નડિયાદ વસો તાલુકાના દંતાલી ગામની સીમમાં ગેરકાયદેસર અનાજ નો જથ્થો ભરેલ ટ્રકને પોલીસે ઝડપી પાડ્યો..!
વસો તાલુકાના દંતાલી ગામની સીમમાં હોટલ પાસેથી પસાર થતી અનાજનો જથ્થો ભરેલી એક ટ્રક ને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ની ટીમે ઝડપી પાડતા ગેરકાયદેસર અનાજની હેરાફેરી કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે
પોલીસે ગાડી કબજે કરી વસો મામલતદારને લેખિત રિપોર્ટ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હોવાનું જાણવા મળે છે
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ડી.પોસ ઈ એસ.એસ. મહામૂન કર પોતાના સ્ટાફ સાથે નડિયાદ ખેડા જિલ્લા ખાતે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
દરમિયાન તેઓ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ દંતાલી ગામની સીમમાં રામદેવ હોટલ પાસેથી પસાર થતા હતા
તે વખતે એક ટ્રક પર સંક જતા પોલીસે તેને ઉભી રાખવાની કોશિશ કરતા ટ્રકને હોટલના કમ્પાઉન્ડમાં ઉભી રાખી હતી.
પોલીસે ટ્રકના ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિનોદ લાલજી યાદવ રહેવાસી યુપી ઉત્તર પ્રદેશ હોવાનું જણાવ્યું હતું.
ગાડીમાં કન્ટેયરમાં પાછળ શું ભર્યું છે જે સંદર્ભે પૂછતા ચાલક વિનોદ યાદવ એ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેમ જ ગાડીના માલિક વિશે પૂછતા કોઈ જવાબ આપ્યો નહીં
જેથી પોલીસને વધુ શંકા જતા ગાડીમાં અનાજ ભરેલ છે અને આ અનાજ ક્યાંથી ભરેલ છે
આ જથ્થો કોનો છે
ક્યાંથી ભરેલ છે
કઈ લઈ જવાનો છે
તે બાબતે પણ કોઈ જવાબ આપ્યો ન હતો.
જેથી આ અનાજ ચોરી અથવા જળ કપટથી મેળવી ભરેલા નું પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું.
આ સંદર્ભે સીઆઇડી ક્રાઇમ પોલીસે મામલતદાર જે પી ઝાલા ને જાણ કરતાં તેઓ રૂબરૂ આવ્યા હતા.
જ્યાં પંચો રૂમરૂ પાછળનું બારણું ખોલાવતા અનાજનો જથ્થો હોવાનું માલુમ પડ્યું હતું.
સદર અનાજ બાબતે એફ એસ એને સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી છે
જે સંદર્ભે સીઆઇડી ક્રાઇમ પોલીસે ગાડી ડ્રાઈવર તથા મુદ્દા માલ મામલતદારને સોંપેલ હોવાનું જાણવા મળે છે