લુણાવાડામાંR બે ગેસ્ટ હાઉસમાં રોકાતા ઇસમોની નોંધ ન કરતા ફરિયાદ નોંધાય..
ગુજરાત પોલીસના પથિક સોફ્ટવેર માં એન્ટ્રી પાડવામાં આવતી ન હતી..
રાજ્યમાં ભૂતકાળમાં બનેલ કેટલાક ગુનાઓથી શહેરોમાં પ્રવાસીઓને રહેવાની સુવિધા આપતા સ્થળો જેવા કે હોટલ ગેસ્ટ હાઉસ વગેરેમાં રોકાતા હોય છે.
અને શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે.
આ સ્થિતિને નિવારી શકાય તેમ જ અંકુશમાં લાવી શકાય
તે માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા માટે ગુજરાત પોલીસ દ્વારા હોટલોમાં રોકાતા માણસોની એન્ટ્રી કરવા માટેનું ઓનલાઇન પિક નામનું સોફ્ટવેર બનાવેલ છે.
જેમાં ચેક ઇન ચેક આઉટ ની માહિતી ભરવાની હોય છે.
રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રી આ સોફ્ટવેરમાં ભરવા માટે જાહેરનામું બહાર પાડેલ છે
જે અનવયે SOG પી આઈ .એમ. વી. ભગોરા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.સી સિસોદિયા તથા સ્ટાફે લુણાવાડા ની હોટલો તથા ગેસ્ટ હાઉસ નું ચેકિંગ હાથ ધરેલ
તે દરમિયાન બસ સ્ટેશન પાછળ આવેલ કેપિટલ ગેસ્ટ હાઉસ તથા ક્રિષ્ના ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રીઓ કરેલ ન હતી.
અને જિલ્લા મેજીના જાહેરનામા નો ભંગ કરતા
કેપિટલ ગેસ્ટ હાઉસ મેનેજર મહેશભાઈ નાનાભાઈ રાણા રહેવાસી કડિયાવાડ ;તથા ક્રિષ્ના ગેસ્ટ હાઉસ ના મેનેજર હબીબ ખાન લતીફ ખાન પઠાણ; રહેવાસી ગઢ મોહલ્લા વિરુદ્ધ જીપી એક્ટ કલમ મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી