અરવલ્લી: ટીંટોઇ પોલીસે છારાનગરમાં દારૂ ઝડપ્યો,બુટલેગર ફરાર..

અરવલ્લી: ટીંટોઇ પોલીસે છારાનગરમાં દારૂ ઝડપ્યો,બુટલેગર ફરાર..

અરવલ્લી: ટીંટોઇ પોલીસે છારાનગરમાં દારૂ ઝડપ્યો,બુટલેગર ફરાર..

અરવલ્લી: ટીંટોઇ પોલીસે છારાનગરમાં દારૂ ઝડપ્યો,બુટલેગર ફરાર..
અરવલ્લી: ટીંટોઇ પોલીસે છારાનગરમાં દારૂ ઝડપ્યો,બુટલેગર ફરાર..

 

અરવલ્લી: ટીંટોઇ પોલીસે છારાનગરમાં બુટલેગર સુરેશ છારાના ઘરે દારૂનો અડ્ડો ચલાવતા પોલીસે ૨૫ હજારનો દારૂ ઝડપ્યો,બુટલેગર ફરાર

જીવણપુર છારાનગરમાં દેશી દારૂના વેચાણમાં ઘટાડો, છારાનગરમાં ઘેર-ઘેર અને દુકાનોમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું મોટા પાયે વેચાણ ધમધમી રહ્યું છે,

સ્થાનિક બુટલેગરો બેફામ બન્યા..!!!

છારાનગરમાં રાત્રે સમય દરમિયાન બુટલગરો બાઇકો પર રોજની પાંચ થી છ પેટીઓ વિદેશી દારૂની ઠાલવી રહ્યા છે

અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવી છે

દેશી- વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે.

ટીંટોઇ પોલીસે જીવનપુર (છારાનગર)માં બુટલેગર સુરેશ છારાના ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતા બાતમી મળતા

ટીંટોઇ પોલીસ ઘરે ત્રાટકી તેના રહેણાંક ઘરની પાછળની દીવાલને અડીને ઈંગ્લીશ દારૂ તથા બિયરની પેટીઓ મળી ૧૬૮ બોટલો ઝડપી પાડી હતી.

ટીંટોઇ પીઆઇ એ.બી.ચૌધરી અને તેમની ટીમ જીવણપુર (છારાનગર) વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા છારાનગર નો

સુરેશ ઈશ્વરભાઈ છારા છેલ્લા કેટલાક સમયથી ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળતા

તાબડતોડ તેના ઘરે રેડ કરી તેના ઘરની તલાસી લેતા રહેણાંક ઘરની પાછળની દીવાલને અડીને આવેલ વિદેશી દારૂની પેટીઓ

પ્લાસ્ટીકની થેલીમાં ભરેલા છૂટી બોટલો જે અલગ અલગ માર્કની ભારતીય બનાવટની બોટલ નંગ-૧૬૮ કિંમત રૂ.૨૫,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી

ફરાર બુટલેગર સુરેશ ઈશ્વરભાઈ જાતે.છારા રહે.જીવણપુર (છારાનગર)તા.મોડાસા.જી.અરવલ્લી ફરાર બુટલેગર સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

🌹કાદરભાઈ ડમરી,
મોડાસા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp