ધમકી આપી વિધર્મીએ લગ્ન કરતાં હિન્દુ યુવતીએ ફિનાઇલ ગટગટાવ્યું

ગાંધીનગર પાસેના એક ગામની હિંદુ યુવતીને ધમકી આપી વિધર્મી યુવકે લગ્ન કરી લીધા હતા.
લગ્ન કરેલી યુવતિના ઘરે યુવક આવતો જતો થયો હતો. જેથી વિધર્મી યુવકને યુવતી પસંદ આવી જતા ધમકી આપી લગ્ન કરી લીધા હતા.
ત્યારબાદ યુવતીને તેનો પતિ ઘરે ત્રાસ આપતો હતો અને મારઝુડ પણ કરતો હતો.
જેને લઇને સિવિલ કેમ્પસમાં ફીનાઇલ ગટગટાવી દીધુ હતુ.
સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ કરવા છતાં પોલીસ બાઇબાઇ ચારણી કરતી હતી.
સિવિલ કેમ્પસમાં ફીનાઇલ ગટગટાવી દીધુ
ગાંધીનગર પાસેના એક ગામની યુવતીના લગ્ન માણસાના એક ગામમા થયા હતા.
ત્યારબાદ યુવતીના પતિ સાથે એક વિધર્મી યુવકે મિત્રતા કરી હતી.
જેને યુવતી પસંદ આવતા તેની સાથે પ્રેમ કર્યો હતો.
આશરે ત્યારપછી અગોરા મોલ પાસે આવેલી સોસાયટીમા રહેવા આવી ગયા હતા.
જ્યાં આરોપી વિધર્મી યુવક ઇસ્માઇલ મલેક દ્વારા યુવતીના જન્મ દિવસે કેક લાવીને ઉજવણી કરી હતી.
તે સમયે એક કોરા કાગળ ઉપર સહિ કરાવી લીધી હતી, ત્યારપછી લગ્ન કરાવી દીધા હતા.
મોત વ્હાલુ કરવા ફીનાઇલ પી લીધુ
માનસિક ત્રાસ આપતા દિકરી પરત આવી ગઇ હતી અને ગતરોજ સિવિલ કેમ્પસમા મોત વ્હાલુ કરવા ફીનાઇલ પી લીધુ હતુ.
તેને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરી હતી.
યુવતીએ સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી છે.
પોલીસ દ્વારા મોડી રાત્રે જવાબ લીધો હતો.
પરંતુ ફરિયાદ લેવામા નહીં આવતા બજરંગ દળ મેદાનમા આવ્યુ હતુ.
બજરંગ દળે ચિમકી આપી હતી કે, જ્યાં સુધી પોલીસ ફરિયાદ લેવામા નહિ આવે ત્યા સુધી જગ્યા છોડવામા આવશે નહિ.
બીજી તરફ વિધર્મી યુવકને બચાવવા સ્થાનિક મહિલા વકીલ મેદાનમાં આવી હતી.
