રમેશભાઈ ખ્રિસ્તી ને નિવૃત્ત થતા શાળા પરિવાર વતી ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ સન્માન…

રસુલપુર ગ્રામ્ય વિસ્તારના સામાન્ય ખેડૂત કુટુંબના પુત્ર શ્રી રમેશભાઈ ખ્રિસ્તી જેઓએ પ્રાથમિક શિક્ષણ ગોધરા હોસ્ટેલમાં મેળવ્યું અને
પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેઓએ પીટીસી પૂર્ણ કર્યા બાદ પ્રાથમિક શિક્ષક તરીકે સેવામાં જોડાયા,
ત્યારબાદ શ્રીમતી શારદાબેન ખ્રિસ્તી જેવો પણ વ્યવસાય શિક્ષક હતા તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ
બંને સેવાભાવી દંપતી દ્વારા ખૂબ જ વિશ્વાસુપણે બાળકો મધ્યની સેવાઓ કરી
જેના આશીર્વાદ રૂપે તેમને દીકરો અને દીકરીનો જન્મ થયો બંને બાળકો મધ્યની સેવાઓ કરી
જેના આશીર્વાદ રૂપે તેમને દીકરો અને દીકરી નો જન્મ થયો બંને બાળકો આજે પરદેશમાં સ્થાયી થયેલ છે,
અને સારા કર્મોનું ફળ તેમને તેમના બાળકોમાં અને ભૌતિક આશીર્વાદો સુખસાહિબી ની સગવડો થી પ્રાપ્ત બન્યું,
તેમની સાચી સેવા અને શ્રદ્ધા દ્વારા શિક્ષકોમાં ખૂબ માન સન્માન હોવાથી એ અધિકારીઓમાં સારા સ્વભાવના કારણે તેમને
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઠાસરામાં પણ સેવા કરવાની તક મળી, ઉમદા સેવાઓથી ચંદાસર ગામ ની અંદર તેમની સેવાઓ ખૂબ આશીર્વાદિત રહી,
વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થતા તેમને શાળા પરિવાર વતી પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ સન્માન આપ્યું હતું
એવી જ રીતે ડાકોર બેથેલ મેં થોડી ચર્ચ માં પણ ધર્મગુરુઓની હાજરીમાં સગા સંબંધી ઓ સાથે મિત્ર વર્તુળ અને ખ્રિસ્તી સમાજ સેવા સમિતિના આગેવાનો દ્વારા પણ
સન્માન કરવામાં આવ્યું હતું તેમની સેવાઓની ભારોભાર પ્રશંસા કરવામાં આવી હતી અને
નિવૃત્તિમાં જીવનમાં પ્રવૃત્તિ સીલ રહેવા માટે સમાજ ઉપયોગી કાર્ય કરવા માટે પણ શુભેચ્છાઓ આપવામાં આવી હતી…
