ગુજરાતધર્મ દર્શનરાજનીતિ ભચાઉ : કણખોઈ ગામે હિન્દુ -મુસ્લિમ એકતાના હિમાયતી પીર સૈયદ હાજી મહમદશા બાપુ વસે છે… CP NEWS 24April 21, 2026April 21, 2026 ભચાઉ : કણખોઈ ગામે હિન્દુ -મુસ્લિમ એકતાના હિમાયતી પીર સૈયદ હાજી મહમદશા બાપુ વસે છે… ભચાઉ : કણખોઈ ગામે હિન્દુ -મુસ્લિમ એકતાના હિમાયતી પીર સૈયદ હાજી મહમદશા બાપુ વાગડ નો મુસ્લિમ સમાજ ભાજપમાં વિશ્વાસ મૂકતો થયો છે એની પાછળનું મુખ્ય કારણ રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા છે. ભચાઉ તાલુકાના કણખોઈ ગામે હિન્દુ -મુસ્લિમ એકતાના હિમાયતી પીર સૈયદ હાજી મહમદશા બાપુ વસે છે. પીર સૈયદ મહમદશા બાપુ ચોબારી વાળા પીર પડેલસાના સીધા વંશજ છે અને ગાદીપતિ છે. રાપર વિધાનસભા માં માનનીય ધારાસભ્ય શ્રીવિરેન્દ્રસિંહજી જાડેજા ચૂંટાઈ આવ્યા તેમ મામદશા બાપુનું પરિવાર નમાત્ર ભાજપને માને છે પણ ભાજપને માટે મહેનત પણ કરે છે. મામદશા બાપુના સહજાદા (પુત્ર) પીર સૈયદ કાસમસા બાપુ આજે ભચાઉ તાલુકાના કકરવા ગામે ભરૂડિયા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર શ્રી ઉપેન્દ્રસિંહજી જાડેજા અને ચોબારી જિલ્લા પંચાયત સીટના શ્રી વેલજીભાઈ આહીર ના પ્રચાર અર્થે આવ્યા હતા. એમની સાથે ભાજપે જેમના પર વિશ્વાસ મૂક્યો છે એવા કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કે જેઓ મહમદશા બાપુના ભાઈ છે તે પીર સૈયદ અલી અકબર શાહ બાપુ પણ સાથે રહ્યા હતા. કણખોઈના પૂર્વ સરપંચ મરહુમ ( સ્વર્ગસ્થ) આમદખાન બલોચના પુત્ર હાજી ગુલાબખાન (દાદા) અને ભરૂડિયા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર શ્રી ઉપેન્દ્રસિંહજી જાડેજા તેમજ ખારોઈ મદરેસાના ગૃહપતિ શ્રી હબિબ ભાઈ સીદી સાથે હતા. કકરવા ખાતે સરપંચ શ્રી મહાદેવભાઇ ઉંદરીયા, ભચાઉ તાલુકા લઘુમતી શેલ ના પ્રમુખ જાવેદ પરમાર અને કકરવા મુસ્લિમ જમાતના મૂતવલી સુલતાન હાજી ખમીસા, હમીરભાઈ શિયારીયા, ફકીર મામદ પરમાર, રહેમાન ભાઈ કોરાંગા, પપ્પુ અબ્દુલ પરમાર, રેમ તુલા મોયડા અને આદમ પરમાર રફીક દાઉદ. જુસબ ભીખાભાઇ લતીફ ખાન ફિરોજ ખાન.હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ કેશુભા બાપુ અને સ્વર્ગસ્થ બહાદુરસિંહ બાપુના સમયથી વાગડના મુસ્લિમો સાથે જે સારા સંબંધો ચાલ્યા આવે છે તે સંબંધોને માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા એ વધારે સુદઢ બનાવ્યા છે. અને વાગડના મુસ્લિમોનો વિશ્વાસ જીત્યો છે. અને જ્યારે જ્યારે ચૂંટણી આવી ત્યારે ત્યારે વાગડના મુસ્લિમો વિરેન્દ્રસિંહજીને સાથે ખભેખભા મિલાવીને વિરેન્દ્રસિંહજી ની સાથે ઉભા રહ્યા છે. ભચાઉ શહેરમાં”પીર સૈયદ ભચલસા માર્ગ”નામે એક માર્ગ પણ શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા બનાવાયો છે. ભચાઉ તાલુકાના લાકડીયા ગામે તાલુકા પંચાયતની સીટ પર એક મુસ્લિમ ભાઈને ઊભા રાખીને કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિરેન્દ્રસિંહજી ની આ પદ્ધતિના કારણે મુસ્લિમ સમાજ પણ વિરેન્દ્રસિંહજી ની સાથે હંમેશાં ચૂંટણીમાં સાથે રહીને સાથ આપતો રહે છે . રિપોર્ટ બાય આવેશ રાણા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ભચાઉ Share on FacebookTweetFollow usSave Post Views: 16
હિંદુ ધર્મ રક્ષક સેના દ્વારા આયોજિત મહાસંમેલન અમદાવાદ ખાતે નરોડા માં યોજાયું. હિંદુ ધર્મ રક્ષક સેના દ્વારા આયોજિત મહાસંમેલન અમદાવાદ ખાતે નરોડા માં યોજાયું. હિંદુ ધર્મ રક્ષક સેના ના રાષ્ટ્રીય…
સોનુ ખરીદવાનો શ્રેષ્ઠ સમય; ચાંદીનો સૌથી નીચો ભાવ સોનુ ખરીદવાનો શ્રેષ્ઠ સમય; ચાંદીનો સૌથી નીચો ભાવ આ વર્ષે ભાવનગરમાં હવે દિવાળીની ખરીદી શરૂ થઈ ગઈ છે ત્યારે…
મહીસાગર જિલ્લામાં ભાજપના નારાજ કાર્યકરો ના લીધે મહીસાગર જિલ્લાની ત્રણેય બેઠકો ભાજપના હાથમાંથી કદાચ સરકી જાય તો નવાઈ નહીં મહીસાગર જિલ્લામાં ભાજપના નારાજ કાર્યકરો ના લીધે મહીસાગર જિલ્લાની ત્રણેય બેઠકો ભાજપના હાથમાંથી કદાચ સરકી જાય તો નવાઈ નહીં …