કાંકરેજના ભદ્રેવાડી ગામે કોંગ્રેસ ઉમેદવાર ૧૫-કાંકરેજ વિધાનસભા અમૃતજી ઠાકોરનો લોક સંપર્ક કાર્યક્રમ યોજાયો…

કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામ લોકો દ્વારા અમૃતજી ઠાકોર ને સાફો બાંધી શાલ ઓઢાડીને સન્માન કરાયું
અને ગામ લોકો દ્વારા ભારે સમર્થન જોવા મળ્યું…
બનાસકાંઠા જીલ્લામાં રાજકીય પક્ષો ના પ્રચારો શરૂ થઇ ચુક્યા છે
ત્યારે ૧૫-કાંકરેજ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમૃતજી ઠાકોર દ્વારા કાંકરેજના દરેક ગામોમાં લોકસંપર્ક કરી પ્રચાર શરૂ કરી દીધો છે
ત્યારે આજરોજ ૨૫-૧૧-૨૦૨૨ સાંજે ૫ કલાકે ભદ્રેવાડી ગામે રામજી મંદિર કમિટી હોલ માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમૃતજી ઠાકોરનો લોક સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો
સૌ પ્રથમ શંકર ભગવાનના મંદિર અને ચેહર માતા તેમજ સધી માતા મંદિરે દર્શન કરી અને આશીર્વાદ લીધા હતા
ત્યારે બાદ સભા સંબોધી હતી ને સભા સંબોધતા ભાજપ સામે અમૃતજી ઠાકોરે મોંઘવારી, બેરોજગારી,પેપર લીક,
મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા ત્યારે કોંગ્રેસ પક્ષના વચનો,ગેસ સસ્તો,
ખેડૂતોના દેવા માફ, લાઇટ બીલ ૩૦૦ યુનિટ મફત, બેરોજગારી નોકરી આપવા વગેરે
વિકાસ ના કામો કરી આપવાની ખાત્રી આપી ને સમગ્ર ગામ માં અઢારે આલમના સમાજના લોકોનો આભાર માની
દરેક સમાજના સાથે રહીશ અને વિકાસ ના કાર્ય અને કામ કરીશ તેવી ખાત્રી આપી
ને કોંગ્રેસ પક્ષના ચિન્હ પંજા. સામે ૧૦૦% મતદાન કરવા ગામ લોકો ને અપીલ કરી હતી
ત્યારે કાર્યક્રમ ઉપસ્થિત મહાનુભાવો, અમૃતજી ઠાકોર, હેમુભાઇ જોષી,
પુરણસિહ વાઘેલા,સી.વી.ઠાકોર,વદનસિહ વાઘેલા,વિનોદજી ઠાકોર,
બલાજી ઠાકોર, વગેરે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ….
.