રાણપુરમાં તાલુકા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો,
રાણપુરમાં તાલુકા કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો,
કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમાએ જાહેરસભા સંબોધી,મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી..
ગુજરાત વિધાનસભાની ચુંટણી આગામી દિવસોમાં યોજાનાર છે
ત્યારે ૫૯ ધંધુકા વિધાનસભાની ચુંટણી બીજા તબક્કામાં યોજાવાની છે
ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી જોરસોર થી પ્રચાર કરી રહ્યા છે
ત્યારે ૫૯ ધંધુકા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા એ રાણપુરમાં ધારપીપળા રોડ ઉપર તાલુકા કોંગ્રેસનુ મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં કોંગ્રેસના યુવા ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમાએ એક જાહેરસભા સંબોધી હતી
અને પોતે સ્થાનિક ઉમેદવાર હોય ધંધુકા વિધાનસભા માં આવતા તમામ ગામથી વાકેફ હોય
અને રાણપુર તાલુકાના તમામ ગામોના પ્રશ્નોની જેમણે જાણ હોય
આ તમામ પ્રશ્નો અને આગામી ચુંટણી માં જંગી બહુમતી થી હરપાલસિંહ ચુડાસમા ને વિજય બનાવવા લોકોને અપીલ કરી હતી.
આ ઉદ્ઘાટન કાર્યક્રમાં તમામ સમાજના લોકો સ્વયંભુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
અને હાજર લોકોએ હરપાલસિંહ ચુડાસમાને જંગી મતો અને મોટી લીડ થી જીતાડી
ધંધુકા વિધાનસભામાંથી એક યુવાન ધારાસભ્ય ને ગાંધીનગર મોકલશુ તેવુ હાજર લોકોએ હરપાલસિંહ ચુડાસમા ને કહ્યુ હતુ..