સાયન્સ સિટી અમદાવાદ અને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના બાળકો પ્રવાસથી રોમાંચિત બન્યાં

ગુજરાત કાઉન્સિલ સાયન્સ સિટી અમદાવાદ અને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના બાળકો પ્રવાસથી રોમાંચિત બન્યાં
ભારત દેશના વિકાસ માટે દરેક સમાજને શિક્ષિત કરવો અનિવાર્ય છે. દરેક બાળકોને સારુ શિક્ષણ મળે તે ખુબ જરૂરી છે
પરંતુ આજના સમયે પણ આપણાં દેશનાં ઘણાં સમાજ આર્થિક રીતે નબળા છે
ડો. સુજાત વલી સાહેબ દ્રારા ગોધરાના બહારપૂરા વિસ્તારમાં વર્ષોથી રહેતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતાં બાળકો માટે સાંજના સમયે કોચીંગ ક્લાસ ચલાવવામાં આવે છે
આ બાળકો પ્રવર્તમાન દુનિયા સાથે તાલમેલ સાધી શકે તે માટે શિક્ષણની સાથે શારીરિક અને માનસિક વિકાસ પણ થાય તે જરુરી છે
આ માટે જુદીજુદી ઇતર પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવે છે.
આ બાળકો માટે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી અને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ કોચિંગ ક્લાસમા અભ્યાસ કરતા ૫૧ બાળકોને અમદાવાદ સાયન્સ સિટી પ્રવાસ કરાવતા રોમાંચિત બન્યાં હતાં
અહીં આઇમેક્સ થ્રીડી થિયેટર, એમ્ફીથિયેટર, હોલ ઓફ સાયન્સ, હોલ ઓફ સ્પેસ, થ્રીલ રાઈડ, લાઇફ સાયન્સ પાર્ક, એનર્જી પાર્ક, પ્લેનેટ અર્થ, નેચર પાર્ક,
એકવાટિકસ ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, મ્યુઝિકલ ફાઉન્ટેન, એકસ્ટ્રાઁનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, નોબેલ ડોમ વગેરે
આકર્ષણોથી આવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પ્રથમવાર જોઈ રોમાંચિત થયા આ પ્રવાસમાં આવનાર ધણા બાળકોએ પ્રથમ વખત સાયન્સ સિટી અમદાવાદની મુલાકાત લીધી હતી
જેથી તમામ બાળકો ખૂબજ આનંદીત હતાં.
આવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના વાલીઓએ જણાવ્યું હતું કે અમે આર્થિક રીતે નબળા છે
અમારાં બાળકોને આવી સુંદર અને બાળકોના અભ્યાસને લગતી જગ્યાએ અમે લઇ જઇ શકતા નથી
આવામાં ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ અને લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક ડૉ. સુજાત વલી સાહેબ તરફથી આમાર બાળકોને વિના મુલ્ય બસ, સાયન્સ સિટીની સંપૂર્ણ ટીકીટ અને બન્ને સમયનું ભોજન વગેરે કરી
લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક ડૉ. સુજાત વલી સાહેબ તથા વર્ષોથી શિક્ષણને સારી રીતે જવાબદારી લઇ શિક્ષણ આપતાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇમરાન સાહેબનો વિધાર્થીઓએ વાલીશ્રીઓએ સ્થાનિક લોકોએ અભિનંદન પાઠવ્યા હતા..