મહુવાની માલણ નદીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી; મહુવા પોલીસે વાલી-વારસાની તપાસ હાથ ધરી

મહુવા નજીક આવેલી માલણ નદી પર આવેલા ડેમની અંદરથી એક અજાણ્યા યુવકની લાશ મળી છે.
યુવકની લાશ મળ્યાની જાણ થતાં લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં.
આ સિવાય આ મૃતદેહને લઈને લોકોમાં ઘણા તર્ક-વિતર્ક પણ જોવા મળ્યા હતા.
પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ
સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક વ્યક્તિ દ્વારા પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
જેમાં લાશનો કબજો લઈ મહુવા નવી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.
યુવકના વાલી-વારસાથી લઈને આ સમગ્ર ઘટનાની તપાસ મહુવા પોલીસ ચલાવી રહી છે.