સંતરામપુર ની મોહમ્મદી સોસાયટીને ફરીથી નિશાન બનાવતા તસ્કરો

દિવાળી પૂરી થતાની સાથે જ જાણે કે સંતરામપુર નગર માતાસ્કરોને બોણી કરવાનો ટાઈમ મળી ગયો હોય
તેમ સંતરામપુર નગરમાં પોલીસના નાકની નીચે અમરદીપ સોસાયટી અને મોહમ્મદદી સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો
જેમાં મોહમ્મદ સોસાયટીમાં રહેતા પ્રોફેસર બીબી શેખના મકાનની આગળના ભાગમાં આવેલ સીસી કેમેરા પણ તોડી નાખેલા છે
અને મુખ્ય પ્રવેશ દ્વારનું તાળું તોડી પાડવા માટેનો પ્રયાસ કરતા પડોશના લોકો જાગી જતા બુમ બુમ થતા ચોર ભાગી ગયા હતા
અને જતા જતા એક ગરીબ વર્ગના વ્યક્તિની બાઈકની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે
અને ત્યારબાદ અમરદીપ સોસાયટીમાં વેકેશનમાં બહાર ગયેલા હાર્દિકભાઈ ભોઈના ઘરમાં હાથ ફેરો કરીને ઘરમાં દરેક વસ્તુ રન્ડે ફંડેકર્યા બાદ
રોકડ રકમની ચોરી કરવાની ફરિયાદ સંતરામપુર પોલીસ મથકે નોંધાય છે
અંતે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે કોલેજ રોડ ઉપર આવેલ મોહમ્મદની સોસાયટીમાં ગત વર્ષે પણ ત્રણવાર ચોરી કરવામાં આવી હતી
જેમાં પોલીસે પગીરુ શોધવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમાં તે સફળ થયા નથી
ગઈકાલ રાતે માત્ર ને માત્ર બે હોમગાર્ડ જવાનને મૂકી દેવાથી પોલીસ નો પોઇન્ટ પૂરો થઈ જતો નથી
અવારનવાર મોહમ્મદદી સોસાયટીમાં ચોરી પેદા પડી ગયેલા ચોરોને પોલીસ દ્વારા કડક અને સઘન પેટ્રોલિંગ હાથ ધરીને ચોરોને પકડવા માટેનું સહિયારો પ્રયાસ કરવામાં આવે
તો આવનારા દિવસોની અંદર સંતરામપુર નગરમાં આવતા નજીકના બહારના કે આંતરરાજ્યના ચોરો સફળ થઈ શકે તેમ નથી