ગુજરાતના પી.આઈ નું રાજસ્થાનમાં કારસ્તાન છાંકતા બની હોટેલમાં મારામારી કરી

રાજ્યની એક એજન્સીના પીઆઈ તેમની ટીમ સાથે તપાસ અર્થે ગયા હતા.
પરંતુ તપાસ સાઈડમાં મુકીને પીઆઇ તેમની ટીમ સાથે દારૂની મહેફીણ હોટલમાં માણી હતી.
આ દરમિયાન જમવાનું મોડું આપતા નશામાં ધુત પીઆઈએ હોટેલ ના કરમીને ફટકાર્યો હતો
જેથી હોટલ મેનેજરે સ્થાનિક પોલીસને જાણ કરતા આ પી.આઈને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં સ્થાનિક પોલીસને નશામાં ધુત વ્યક્તિ ગુજરાતના પીઆઇ હોવાને ખબર પડતા તેઓએ ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી.
આ દરમિયાન રાજ્યના એક આઇપીએસ અધિકારીએ રાજસ્થાનના ઉચ્ચ અધિકારીને જાણ કરીને મામલો થાળી પાડીને પી.આઈને બચાવી લીધો હોવાનું પોલીસ બેડામાં ચર્ચાએ રહ્યું છે
રાજ્યની એક મહત્વની એજન્સીમાં ફરજ બજાવતા એક પી.આઈ થોડા સમય પહેલા રાજસ્થાનમાં તપાસ અર્થી ગયા હતા
જ્યાં પીઆઇ એ તપાસ કરવાના બદલે હોટલમાં દારૂની મહેફીલ માણી હતી.
દારૂ પીધા પર બાદ જમવાનું રૂમમાં મોડું આવતા પી આઈ એ હોટલના કર્મીને બી ભતસ્ય શબ્દો બોલીને માર માર્યો હતો.
જેથી હોટલના મેનેજર તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી
જેથી રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં દૂધ પીઆઇ ને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી
જ્યાં પીઆઈએ હું ગુજરાતમાં પોલીસમાં પીઆઇ છું તેમ કહીને રાજસ્થાન પોલીસ કર્મીઓ સાથે બોલાચાલી કરી હતી
જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મીએ ઉચ્ચ અધિકારીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
બાદમાં રાજસ્થાનના એક એસપીએ એજન્સીના આઈપીએસને બનાવની જાણ કરી હતી
જેથી એજન્સીના આઈપીએસ અધિકારીએ પીઆઇ ના કારણે રાજસ્થાન પોલીસની માફી માંગીને મામલો થાળે પાડવા ભલામણ કરી હતી
જેના કારણે ગુજરાત પોલીસની છાપ ખરડાઈ હતી
અંતે આઇપીએસના કારણે રાજસ્થાન પોલીસે પીઆઈ વિરુદ્ધ ગુનો ન નોંધીને ઠપકો આપીને જવા દીધા હતા