કડાણા તંત્ર દ્વારા ગણતરીના કલાકોમાં જ બિરસા મુંડાની નવી પ્રતિમા લવાઇ
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં શનિવારે રાત્રે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા બિરસા મુંડાની મૂર્તિ ખંડિત કરવામાં આવતા આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.
આદિવાસી સમાજની લાગણી વશ થઈ પ્રશાસન દ્વારા માત્ર 24 કલાકમાં નવીન મૂર્તિનું આયોજન કરી દેવાયું હતું.
અને નવીન પ્રતિમાની અનાવરણ માટેની પુર્વ તૈયારીઓ કરવામાં આવી રહી હતી.
તે સમય દરમિયાન આદિવાસી સમાજના એક જુથ મા અનાવરણ ને લઈને વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પરંતુ અમુક કલાકની માથાકૂટ બાદ જિલ્લા નાયબ પોલીસ અધિકારીના નેતૃત્વમાં જીલ્લા એસઓજી,
એલસીબી અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરની બેઠકમાં આ નારાજ જુથ સાથે ચર્ચા કરવામાં આવતા થોડા સમય માટે સમાધાન કરી મામલો થાળે પાડયો હતો.
પરંતુ તંત્રને આ સમાધાનમા અમુક અંશે નારાજગી જોવા મળતા તંત્ર દ્વારા અનાવરણ વિધિ મોકુફ રાખવામાં આવી હતી.
મંત્રી કુબેર ડીંડોર દ્વારા નદીનાથ મહાદેવ મંદિર દર્શન કર્યા હતા
અને બિરસા મુંડાની મૂર્તિ ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તંત્ર અને પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી.