અમદાવાદમાં આવાસ યોજનાના મકાનો બનાવવા ભાજપના સત્તાધિશો કોન્ટ્રાક્ટરોને વધુ ભાવ આપી ભ્રષ્ટાચાર કરે છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હાઉસિંગ ફોર ઓલ 2022 અંતર્ગત શહેરના ગોતા અને નિકોલ વિસ્તારમાં કુલ 1628 આવાસ બનાવવા માટે લેવામાં આવેલા સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણયનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
વિપક્ષે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ દ્વારા મૂળ ટેન્ડરનો અંદાજની રકમ કરતાં વધુ ભાવ આપી અને કોન્ટ્રાક્ટરને ફાયદો થાય તેવા કામ મંજૂર કરવામાં આવ્યા છે
સામાન્ય રીતે આવા બાંધકામો માટે રૂ.20000 પ્રતિ ચો. મીટર ખર્ચ થાય છે
તેની જગ્યાએ રૂ.6000થી 7000નો વધારો આપી અને ભાજપના સત્તાધીશો અધિકારીઓની કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત હોવાનું જણાય છે.
અંદાજ કરતાં 16 કરોડની રકમ વધી ગઈ
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હાઉસિંગ ફોર ઓલ 2022 અંતર્ગત ગોતા વિસ્તારમાં 448 અને નિકોલ વિસ્તારમાં 1180 એમ કુલ 1628 જેટલા આવાસ યોજના ના મકાનો બનાવવામાં આવનાર છે
જેમાં ગોતા વિસ્તારમાં મૂળ ટેન્ડરની રકમ રૂ. 38.66 કરોડ હતો
પરંતુ કોન્ટ્રાક્ટર મીરાંબિકા કન્સ્ટ્રક્શનનું ટેન્ડર 24.78 ટકા વધુ આવ્યું છે.
જેથી હવે રકમ રૂ. 48.23 કરોડ થઈ છે.
રેરા રજિસ્ટ્રેશન અને બહારના બાંધકામના રૂ.6.46 કરોડ વધ્યા છે.
આમ કુલ 54.70 કરોડના ખર્ચે આવાસ યોજનાના મકાનો બનાવવા માટેનો થશે
જેમાં અધિકારીઓ પહેલા અંદાજ મૂકે છે તેના કરતાં 16 કરોડની રકમ વધી ગઈ છે.
મૂળ ટેન્ડરની રકમ રૂ. 73.34 કરોડની હતી
નિકોલ વિસ્તારમાં 1180 જેટલા આવાસ યોજનાના મકાનો બનાવવા માટે મૂળ ટેન્ડરની રકમ રૂ. 73.34 કરોડની હતી.
જેના માટે ભાવના પ્રોપર્ટી ડીલર્સનું 24.84 ટકા વધુ ભાવનું સિંગલ ટેન્ડર આવ્યું હતું જેમાં રૂ. 91.56 કરોડની રકમ થઈ હતી.
રેરા રજિસ્ટ્રેશન અને બહારના બાંધકામના રૂ.6.46 કરોડ વધ્યા છે.
જેથી કુલ રકમ રૂ. 103.82 કરોડ જેટલી થઈ છે. અંદાજીત રકમ કરતાં 30.50 કરોડની રકમ વધારો થયો છે.
ગોતા અને નિકોલ બંનેના કુલ અંદાજિત રકમ રૂપિયા 111 કરોડ હતી જે વધીને 158 કરોડ થઈ છે.
સામાન્ય રીતે આવા બાંધકામ માટે ઓછો ખર્ચ થતો હોવા છતાં પણ રૂ. 6000-7000 પ્રતિ ચોરસ મીટર વધુ આપવામાં આવે છે.
જેના પર અનેક સવાલો ઊભા થયા છે.
આવાસ યોજનાના મકાનો બનાવવા માટે અંદાજ કઢાય છે
મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા જ્યારે આવાસ યોજનાના મકાનો બનાવવા માટે અંદાજ કાઢવામાં આવે છે
ત્યારે આ બધી ગણતરી કરી અને ટેન્ડર બહાર પાડવામાં આવે છે કે કોન્ટ્રાક્ટરને વધુ રકમ ચૂકવવામાં આવે તેના માટે આવી રીતે વધારો ગણી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.
તેના પર સવાલ ઉભો થઈ રહ્યો છે
ભાજપના સત્તાધીશો કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે 30થી 50 ટકા જેટલો વધારો આપી અને ભ્રષ્ટાચાર કરતો હોવાનો આક્ષેપ વિપક્ષે લગાવ્યો છે.