રાજ્યમાં વારંવાર પેપર લીકની ઘટનાઓ : જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર લીક થવાથી પરીક્ષા મોકૂફ..
રાજ્યમાં વારંવાર પેપર લીકની ઘટનાઓ બાદ આજે પણ
જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર લીક થવાથી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી.
મળતી માહિતી મુજબ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ
દરમિયાન યુવક પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી હોવાનું સામે આવ્યું છે.લાખો વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે કડકડથી ઠંડીમાં નીકળેલા
એકાએક સમાચાર મળતાની સાથે ઉમેદવારોના મનોબળ તૂટી ગયેલ જોવા મળ્યો હતો.
ઉમેદવારો હરખ ઉલ્લાસથી પરીક્ષા આપવા માટે નીકળેલા
પરંતુ શું ખબર કે આટ આટલી મહેનત છતાં પેપર કૌભાંડિયાઓ દ્વારા એકાએક પેપર લીક થતા ના સમાચાર સાંભળતાની સાથે મજબૂત મનોબળ તૂટી ગયું.
હરખાતા નીકળ્યા ઢીલા મોટી પરત ફરવા મજબૂર થયા હતા.
શું છે આ બધું વારંવાર પેપર ફૂટવાની ઘટના.રાત દિવસ મહેનત કરી પરીક્ષા માટે તૈયારીઓ કરતા પોતાના વતનથી અને માવતર ને છોડી બહાર રહેતા અને પરીક્ષાની તૈયારીઓ કરે છે
તો શું છેવટે રીઝલ્ટ માં પેપર લીંક ઉમેદવારોને આ જ સાંભળવાનું હતું.
કંઈક ઉમેદવારોના આંખમાં આંસુ પણ સારી પડ્યા જોવા મળી રહ્યા હતા
કારણ છે એ મહેનત મજૂરી કરી પોતાનુ ગુજરાત ચલાવતા હોય છે.
ભરોસાની ભેંસે પાડો જણ્યો તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
નીકળ્યા હત પરીક્ષા આપવા અને સાંભળ્યું પેપર લીંક નું નાટક.શું લાગે છે કે આ પેપર કૌભાંડિયાઓને સજા કરવામાં આવશે કે શું
કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ
કે પછી તપાસ નું નાટક કરવામાં આવશે.
હાલ જેની ધરપકડ કરાઈ છે તેની સાથે જ્યાંથી પેપર લીક થાય છે
ખરેખર ત્યાંથી તપાસ કરાય તો જ ખબર પડે કે આતો નાના ખાબોચિયાની નાની માછલીઓ છે
મોટા મગર તો ક્યાં સંતાયા હસે ?
લાખો ઉમેદવાર ની મહેનત ઉપર પાણી ફરી ગયું છે .
વારંવાર પેપર લીક થતા હોય તો પરીક્ષા લેવાનું કોઈ મતલબ જ નથી
ખોટા લાખો ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડા કરવાના બંધ કરો તો સારું
ઉમેદવારો થાકી ગયા છે.
જો સરકાર ધારેતો તો ધાણી પણ ન ફૂટે પણ ખબર નથી પડતી કે
આ ધાણી ફૂટે તેમ આજે પેપર કેમ ફૂટે છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવાની જુનિયર ક્લાર્ક વર્ગ 3 માટેની આજરોજ પરીક્ષા રદ થતાં ઉમેદવારો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા
પ્રજાએ ચુંટી ને ૧૫૬ સીટ આપી હોય તેનું આ પરિણામ છે
તેવું વિદ્યાર્થીઓ બતાવી રોષ ભર્યો સવાલ કર્યો