કલોલમાં કેફી પીણું પીતાં મહિલા બીજે દિવસે ભાનમાં આવી
કલોલની 36 વર્ષીય મહિલા સાથે વિચિત્ર ઘટના બની હતી,
જાણીતા શખ્સ સામે ગયેલા મહિલા પાણીમાં કઈ પીવડાવી દેતા તેઓ બેભાન થઈ ગયા હતા.
બીજા દિવસે સવારે ઉઠેલા મહિલાને પોતાની સાથે શું થયું તે જ ખબર નથી.
કોઈ વસ્તુ પણ ગૂમ થઈ નથી, ત્યારે મહિલા સાથે કોઈ અજુગતી ઘટના બની છે કે પછી કોઈ વિધિ માટે બેભાન કરાયા હતા
તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની વિગત પ્રમાણે નવસારી ખાતે રહેતાં 36 વર્ષીય મહિલાએ 2016માં કલોલના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
પતિ-પત્ની વચ્ચે મનમેળ ન બેસતાં મહિલા એકલા જ રહે છે,
જેમાં પતિ સામે ફરિયાદ કરતાં ગાંધીનગર કોર્ટમાં કેસ ચાલે છે.
4 ઓગસ્ટના રોજ કોર્ટમાં મુદ્દ હોવાથી મહિલા રાયસણ ખાતે રહેતા મહિલા મીત્રના ઘરે રોકાયા હતા.
આ સમયે તેઓ પર છેલ્લા ચારેક માસથી ઓળખતા વેંકટેસ નામના શખ્સનો ફોન આવ્યો હતો.
જેમાં વેંકટેસે પોતાના ઓળખીતા માસીબાને મળવા જવાનું કહ્યું હતું.
5 ઓક્ટોબરના રોજ વેંકટેસ સાથે મહિલા મહેસાણા હાઈવે પર દશામાના મંદિરે આવ્યા હતા.
જ્યાં મહિલા માસીબા મળ્યા હતા,
જેમની સાથે બેઠક કરતાં માસીબાએ વતનમાં સાથે જવાની વાત કરી હતી.
મહિલાના વતન જઈને વિધિ કરી
માસીબાના ઘરે જ રોકાયેલા મહિલા બીજા દિવસે વેંકટેસ, માસીબા ગાડીમાં નવસારી પહોંચ્યા હતા.
જ્યાં પૂજા વિધિ કરી રાત્રે 11 વાગ્યે બધા કલોલ પરત ફર્યા હતા.
રાત્રીના સમયે મહિલાએ માસીબાના ઘરે જ રોકાણ કર્યું હતું.
7 ઓક્ટોબર માસીબા પોતાના કામથી બહાર ગયા હતા,
જે બાદ માસીબાના પિતા, વેંકટેસ અને મહિલા ઘરે હતા.
આ સમયે વેંકટેસ મહિલા માટે પાણી લાવ્યો હતો,
પાણી પીધા બાદ મહિલા બેભાન થઈ ગયા હતા
અને બીજા દિવસે એટલે કે 8 ઓક્ટોબરે જાગ્યા હતા.