શરદ પૂર્ણિમા : ભગવાન વાલ્મીકિ અવતરણ દિવસ ‘ ની હર્ષભેર ઉજવણી..

શરદ પૂર્ણિમા : ભગવાન વાલ્મીકિ અવતરણ દિવસ ' ની હર્ષભેર ઉજવણી..

શરદ પૂર્ણિમા : ભગવાન વાલ્મીકિ અવતરણ દિવસ ‘ ની હર્ષભેર ઉજવણી..

 

શરદ પૂર્ણિમા : ભગવાન વાલ્મીકિ અવતરણ દિવસ ' ની હર્ષભેર ઉજવણી..
શરદ પૂર્ણિમા : ભગવાન વાલ્મીકિ અવતરણ દિવસ ‘ ની હર્ષભેર ઉજવણી..

આસો માસ શરદ પૂર્ણિમા દિવસે ”ભગવાન વાલ્મીકિ અવતરણ દિવસ ‘ ની હર્ષભેર ઉજવણી પરફેક્ટ સ્કૂલ માં કરવામાં આવી.

કાર્યક્રમ ની શરૂઆત ગાયત્રી મંત્ર અને ગુરુ મંત્ર દ્વારા કરવામાં આવી

ત્યારબાદ ભગવાન વાલ્મિકીજી નું કંકુ તિલક અને પુષ્પ ચઢાવી ને પૂજન કરવામાં આવ્યું

જેમાં નાના નાના ભૂલકાઓ પણ જોડાયા.ત્યારબાદ કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે હાર્દિક સરે આજ દિન મુખ્ય અતિથિ વિશેષ તરીકે ‘ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા સમરસતા પ્રમુખ તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ પરમાર સાહેબ તેમજ શાળામાં સેવક મિત્ર તરીકે ફરજ નિભાવતા વાલ્મિકી સમાજ ના બંધુ કૌશિકભાઈનો પરિચય કરાવી શાબ્દિક સ્વાગત કર્યું.

ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ટ્રસ્ટીશ્રી,આચાર્યશ્રી તથા પી. આર. ઓ. સાહેબ દ્વારા તેઓનું પુષ્પગુચ્છથી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

ત્યારબાદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કમલેશભાઈ પરમારે ભગવાન વાલ્મિકી ના વિચારો બાળકો સમક્ષ મુક્યા હતા.

શાળાના માધ્યમિક વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ નિભાવતા વર્ષાબેન પટેલ કે જેમણે આજના દિન નિમિત્તે બાળકોને ભગવાન વાલ્મિકીના જીવનનો ટૂંકમાં પરિચય આપ્યો હતો.

એક ડાકૂમાંથી એક મહર્ષિ, વિદ્વાન તેમજ સૌના આદર્શ કેવી રીતે બન્યા તેમજ રામાયણ મહાકાવ્યના રચયિતા કેવી રીતે બન્યા?

કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થયું? આત્મા માંથી પુણ્યાત્મા કેવી રીતે બન્યા?

તેની માહિતી આપી અને નાનપણથી જ વિદ્યાર્થીઓને સારા માર્ગે વળવાનો બોધ આપ્યો.

શાળાના ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ પટેલ સાહેબ કે જેમણે બાળકોને સમજ આપી કે આજનો સમાજ વાલ્મિકી જ્ઞાતિ એ પૂજનીય છે,

માનનીય છે, વંદનીય છે તેમજ જૂની પરંપરાઓ છોડીને આજના આધુનિક સમાજમાં સૌ આપણા જેવા જ છે

દરેકે સાથે હળી મળી રહેવાનો, કામ કરવાનો આગળ વધવાનો વિકાસ કરવાનો અધિકાર છે

તેનો ઉત્તમ બોધપાઠ આપ્યો હતો. શ્રોતાઓ તરીકે ઉપસ્થિત વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.

કાર્યક્રમના અંતમાં સૌ વિદ્યાર્થીઓએ વાલ્મિકી ભગવાનના આશીર્વાદ લઇ વર્ગખંડમાં કાર્યમાં લાગી ગયા.

 

🌹ક્રાઈમ પેટ્રોલિંગ ન્યુઝ
રિપોર્ટ વિપુલસિંહ સોલંકી , તલોદ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp