સફેદ ​​​​​​​ઝેરનો કાળો કારોબાર; ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં ભાવનગરનો બીજો નંબર

પ્રતીકાત્મક તસવીર:સફેદ ​​​​​​​ઝેરનો કાળો કારોબાર; ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં ભાવનગરનો બીજો નંબર

સફેદ ​​​​​​​ઝેરનો કાળો કારોબાર; ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં ભાવનગરનો બીજો નંબર

પ્રતીકાત્મક તસવીર:સફેદ ​​​​​​​ઝેરનો કાળો કારોબાર; ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં ભાવનગરનો બીજો નંબર
પ્રતીકાત્મક તસવીર:સફેદ ​​​​​​​ઝેરનો કાળો કારોબાર; ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં ભાવનગરનો બીજો નંબર

 

 

ગુજરાત રાજ્યના યુવાનોને નશાના માર્ગે ધકલેવાના પ્રયાસ થઈ રહ્યા છે. આથી રાજ્યમાં પ્રતિબંધિત ડ્રગ્સ મોટી સંખ્યામાં ઝડપાઈ રહ્યું છે.

જેમાં વિધાનસભામાં આપેલી માહિતી મુજબ ગુજરાતમાં બે વર્ષમાં જે ડ્રગ્સના વેપારીઓ ઝડપાયા છે

તેમાં સુરત પ્રથમ નંબરે અને ભાવનગર જિલ્લો બીજા નંબરે છે.

થોડા સમય પૂર્વે ભાવનગરના સમુદ્રતટે એટીએસ દ્વારા ઓપરેશન કરીને ડ્રગ્સ ઝડપ્યું હતુ

જ્યારે આ જ વર્ષમાં ભાવનગર શહેરમાંથી મંગળવારના રોજ ભાવનગર SOGની ટીમએ પ્રતિબંધિત ડ્રગ્સ સાથે ઘોઘા તાલુકાના રતનપર ગામે રહેતા મનસુખ નાનુભાઈ પરમાર અને પાંચા માવજીભાઈ પરમાર ને ઝડપ્યા હતા.

4,25,100 લાખની કિંમતના 42.5 કિલોનો ગાંજો જપ્ત કર્યો હતો.

ભાવનગરમાં બે વર્ષમાં કુલ 164 વેપારીઓ કે હેરાફેરી કરનારા ઝડપાઇ ગયા છે

જ્યારે સુરત શહેર અને જિલ્લામાં બે વર્ષમાં 222 વેપારીઓ ઝડપાયા છે.

છેલ્લા થોડા સમયથી ગુજરાત ડ્રગ્સ મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

કારણકે પંજાબની જેમ જ ગુજરાતમાં પણ અનેક જગ્યાએથી ડ્રગ્સનો મોટા જથ્થો જાણે કાયમી આવતો થયો હોય તેમ ઝડપાવવા લાગ્યો છે.

આ ઉપરાંત થોડા સમય પૂર્વે એટીએસ દ્વારા મુન્દ્રા અને ભાવનગરના દરિયાઇ તટેથી ઓપરેશન કરીને ડ્રગ્સ ઝડપી લીધુ હતુ.

ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે 2019-20 તથા 2020-21ના બે વર્ષમાં ભાવનગર જિલ્લામાં ડ્રગ્ઝની હેરાફેરી કરતા કે વેપાર કરતા કુલ 164 વ્યક્તિને ઓળખીને કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.

આ કૃત્યોને કાબૂમાં રાખવા માટે સરકારે શું પગલા લીધા છે

તેના જવાબમાં જણાવ્યું હતુ કે એસઓજી ટીમ આ માટે કાર્યરત કરાઇ છે. વોચ રાખવામાં આવે છે

તેમજ સ્થાનિક કક્ષાએ બાતમીદારો દ્વારા નશીલા પદાર્થની હેરાફેરી કે વેચાણ કરે છે કે કેમ તેની ખરાઇ કરીને કેસ કરવામાં આવે છે.

પકડાયેલા આરોપી કોર્ટમાં જામીન પર ન છૂટે તે માટે એફિડેવીટ રજૂ કરવામાં આવે છે.

જામીન પર છૂટ્યા બાદ પણ આવા ગુન્હાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા આરોપીઓ વિરૂદ્ધ પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ દરખાસ્ત કરીને અટકાયત કરવા માટે હૂકમ વોરંટ જારી કરી આવા આરોપીઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે.

આમ ગુજરાતમાં ભાવનગર ડ્રગ્સની હેરફેરના મામલામાં કે વેચાણના મામલામાં અમદાવાદ, વડોદરા કે રાજકોટ જેવા મોટા મહાનગરોથી પણ આગળ છે

જે ભાવનગર જેવા સંસ્કારી નગરી ગણાતા શહેર માટે શરમજનક બાબત ગણી શકાય

જિલ્લાનો 152 કિ.મી. લાંબો દરિયો રેઢા પડ જેવો

ભાવનગર જિલ્લાનો 152 કિ.મી. લાંબો દરિયા કિનારો રેઢા પડ જેવો છે.

ભાવનગર-અલંગ મરિન પોલીસને તેની કામગીરી અપાઇ છે,

પરંતુ તેઓની પાસે સાધનો સાવ ટાંચાના છે. જ્યારે કસ્ટમ્સ વિભાગ પાસે કોઇ પેટ્રોલિંગ બોટ નથી,

અને શોર પેટ્રોલિંગની કોઇ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે આવતા જહાજોની દ્રષ્ટિએ દરિયા કાંઠો સંવેદનશિલ છે,

પરંતુ સંબંધિત તમામ એજન્સીઓ પાસે કોઇ એવા દરિયાઇ સાધનો પણ નથી જેના વડે તેઓ મધદરીયે પેટ્રોલિંગ કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp