લુણાવાડા શહેરમાં દશેરા નિમિત્તે ફાફડા-જલેબી ખરીદવા ફરસાણની દુકાનો પર લોકોની ભીડ જામી

વિજયા દશમી નિમિત્તે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે વહેલી સવારથી જ લોકો ફાફડા જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાને પહોંચ્યા હતા
અને આખો દિવસ ફરસાણની દુકાને ફાફડા જલેબી ખાવા માટે લોકોની ભીડ જોવા મળી હતી.
આમ આખો દિવસ લોકોએ ગરમ ગરમ ફાફડા-જલેબી ખાવાની મજા માણી હતી.
જોકે મોંઘવારીની ખાણી પીણી પર અસર જોવા મળી રહી છે.
તેમ છતાં ફાફડા-જલેબીના શોખીનોએ આનંદ ઉલ્લાસથી દશેરાની ઉજવણી કરીને ફાફડા-જલેબી ખાધી છે.