લુણાવાડા નગરમાં નવરાત્રિના 10માં દિવસે માઈભક્તો દ્વારા ગરબા વાળવવામાં આવ્યા

માઁ આદ્યશક્તિની આરાધના અને ભક્તિ કરવાનો પાવન પર્વ એટલે નવલી નવરાત્રિ,
ત્યારે આ નવરાત્રિમાં 9 દિવસ ભક્તો દ્વારા પોતાના ઘરે માતાજીના ગરબાનું સ્થાપન કરવામાં આવે છે.
નવરાત્રિના નવ દિવસ માતાજીની ભક્તિ, આરાધના કર્યા બાદ આજે 10માં દિવસે દશેરાના દિવસે લુણાવાડા નગરમાં ભક્તો દ્વારા પોતાના ઘરે સ્થાપિત કરાયેલા ગરબા વળાવવામાં આવ્યાં હતાં.
મહિલાઓએ પોતાના ઘરે સ્થાપિત ગરબા વળાવ્યા
નવરાત્રિના 9 દિવસ આનંદ ઉલ્લાસ અને આરાધના સાથે ભક્તિ કર્યા બાદ પોતના ઘરે સ્થાપિત ગરબાઓને મહિલાઓએ માથે મૂકી ખુલ્લા પગે મંદિર પહોંચીને વિધી વિધાન પ્રમાણે ગરબા વળાવ્યા હતાં.
જેમાં લુણાવાડા શહેરના શ્રી દેવળ માતાજી મંદિર, શ્રી ખોડિયાર માતાજી મંદિર અને શ્રી ઘેલી માતાજી મંદિર સહિતના મંદિરે ગરબા વળાવવામાં આવ્યાં હતાં.