સંતરામપુર ના નવા ડબગરવાડ વિસ્તારમાં ઉભરાતી ગટરના પાણીથી લોકો ત્રાહિમામ..

પ્રતીકાત્મક તસવીર:સંતરામપુર ના નવા ડબગરવાડ વિસ્તારમાં ઉભરાતી ગટરના પાણીથી લોકો ત્રાહિમામ..

સંતરામપુર ના નવા ડબગરવાડ વિસ્તારમાં ઉભરાતી ગટરના પાણીથી લોકો ત્રાહિમામ..

પ્રતીકાત્મક તસવીર:સંતરામપુર ના નવા ડબગરવાડ વિસ્તારમાં ઉભરાતી ગટરના પાણીથી લોકો ત્રાહિમામ..
પ્રતીકાત્મક તસવીર:સંતરામપુર ના નવા ડબગરવાડ વિસ્તારમાં ઉભરાતી ગટરના પાણીથી લોકો ત્રાહિમામ..

 

 

સંતરામપુર તાલુકાના મુખ્ય મથક સંતરામપુર ના નવા ડબગરબાડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વરસાદી તથા ઘર વપરાશના પાણીના નિકાલ માટે ગટર લાઈનની સુવિધા કરવામાં આવેલ ન હોવાના કારણે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા કાદવ કીચડ સાથે માખી મચ્છરનો ઉપદ્રવ વધતો જાય છે

જે બાબતની સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખ ને રૂબરૂ મળી અનેકવાર રજૂઆતો કરવા છતાં આ બાબતે સ્થાનિકો દ્વારા નગરપાલિકા સહિત મામલતદાર સંતરામપુર તથા મહીસાગર જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે

સંતરામપુર બાયપાસ રોડ બીજેપી કાર્યાલય સામે આવેલ નવા ડબગર વાડ વિસ્તારમાં અનેક સ્થાનિકો પરિવાર સાથે વસવાટ કરે છે

પરંતુ અહીંયા ગટર લાઈન ના અભાવે વરસાદી તથા ઘર વપરાશના પાણીનો નિકાલ ન હોવાના કારણે ઊંચાઈવાળા મકાનોના પાણી એક જ જગ્યા ઉપર જમા થતા કાદવ કિચડ ગંદકી થતી હોય છે

અને તેના લીધે માખી મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે

જેના લીધે રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેસત વર્તાઈ રહી છે

અને આ બાબતે સ્થાનિકો દ્વારા સંતરામપુર નગરપાલિકાના જવાબદારોને અનેક વાર રૂબરૂ તેમ જ ફોન દ્વારા તેમને નડતી સમસ્યા બાબતે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરેલ ન હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળે છે

અને માગણી કરવામાં આવે છે કે નવા ડબગર વાડ ખાતે ભૂગર્ભ ગટર યોજના હેઠળ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરી સ્થાનિકોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે

તેમ જ જ્યાં સુધી ભૂગર્ભ ગટરની કામગીરી નહીં થાય

ત્યાં સુધી નવા ડબગર વાળમાં સફાઈ કામદારો દ્વારા અઠવાડિયામાં કમ સે કમ એક વાર સાફ-સફાઈ કરવામાં આવે

તેવી સ્થાનિકો દ્વારા સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ તથા સંતરામપુર મામલતદાર સહિત મહીસાગર જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp