અમદાવાદમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યાના બે મહિને 25 હજારને લાઈસન્સ મળ્યાં નથી

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યાના બે મહિને 25 હજારને લાઈસન્સ મળ્યાં નથી

અમદાવાદમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યાના બે મહિને 25 હજારને લાઈસન્સ મળ્યાં નથી

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યાના બે મહિને 25 હજારને લાઈસન્સ મળ્યાં નથી
પ્રતીકાત્મક તસવીર:અમદાવાદમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યાના બે મહિને 25 હજારને લાઈસન્સ મળ્યાં નથી

 

બે મહિનાથી વાહનના ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર 25 હજારથી વધુ અરજદારો લાઇસન્સની રાહ જુએ છે.

નવરાત્રિ અને દિવાળીમાં બહાગામ જતાં લોકો વગર ડ્રાઇવિંગ લાઇસન્સે ફરે છે.

લાઈસન્સના ઓનલાઇન સ્ટેટસમાં માત્ર ડિસ્પેચનું સ્ટેટસ બતાવે છે.

આરસીબુકમાં સરકારે 7 દિવસનો દાવો કર્યો હતો, પણ હાલ 37 દિવસ સુધી મળતી નથી.

કેટલાક કિસ્સામાં તો 67 દિવસ લાગે છે.

સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે.

નવી સિલ્વર ટચ કંપની કોન્ટ્રાક્ટ લઇને બેસી ગયા પછી આરટીઓ અધિકારીઓને લાઇસન્સના સ્ટેટસ અંગે કોઇ માહિતી આપતી નથી.

સુભાષબ્રિજ આરટીઓ આર.એસ.દેસાઇ, વસ્ત્રાલ એઆરટીઓ કનકસિંહ પરમાર અને બાવળાના એઆરટીઓ એસ.એમ.પટેલને લાઇસન્સ અંગે પૂછતાં,

તેઓ કોઇ જાણકારી નહીં હોવાનું કહે છે.

25 હજાર લાઈસન્સ ડિસ્પેચ કયારે થશે ?

તેની કોઇ જાણકારી નથી અને હજુ રોજબરોજ વાહનનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી રહેલા અરજદારોને દિવાળી પહેલા લાઈસન્સ મળવાની શક્યતા નહિવત છે.

વાહનની આરસીબુક મહત્વનો ડોક્યુમેન્ટ છે.

પરંતુ વાહન ડીલરોના લીધે મોડું થતું હોવાનું બહાનું કાઢી સિલ્વરટચ કંપનીના અધિકારીઓ છટકબારી શોધે છે.

આરટીઓ પાસે સત્તા નહીં હોવાથી કંપની પાસે કોઇ ખુલાસો માગી શકતી નથી.

સરકારે સાત દિવસમાં વાહનની આરસીબુક મળી જવાની અગાઉ આપેલી ખાતરીને કંપની ઘોળીને પી ગઇ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp