દેશના સ્ટાર એથ્લેટ્સ ગાંધીનગરમાં ખેલૈયાઓ સાથે મન મૂકીને ગરબે રમ્યા
નવરાત્રીના દિવસો જતાં જાય છે તેમ તેમ ખેલૈયાઓ ઉત્સાહ વધતો જાય છે.
ગાંધીનગરમાં સેક્ટર-11 ખાતે કલ્ચરલ ફોરમ અને સેક્ટર-6 ખાતે થનગનાટ પાર્ટીપ્લોટ્સ ખાતે ખેલૈયાઓ ઉપરાંત ગરબા જોવા માટે લોકોને ભારે ભીડ જોવા મળે છે.
કલ્ચરલ ફોરમ ખાતે ઍથ્લેટ્સ અમોજ જેકોબ, પ્રવીણ ચિથ્રાવેલ અને જેસ્વીન ઍલ્ડ્રિન પણ મન મૂકીને ગરબે રમ્યા હતા.
ટોકિયો ઑલિમ્પિક ગેમ્સમાં 2020માં 400 મીટર રેસમાં એશિયન રેકોર્ડ બ્રેક કરનાર સ્પ્રિન્ટર અમોજ જેકોબ, ઇંગ્લેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ત્રિપલ જમ્પમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ચોથો ક્રમ હાંસલ કરનાર પ્રવીણ ચિથ્રાવેલ અને હાલમાં ગુજરાતમાં યોજાઇ રહેલી 36 મી નેશનલ ગેમ્સમાં લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતીને બુડાપેસ્ટમાં 2023માં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલીફાઈડ થનાર જેસ્વીન ઍલ્ડ્રિને ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં મન મૂકીને ગરબા કર્યા હતા.