પોલીસ જોઇ ધાનપુરના બૂટલેગર સહિત 2 શખ્સ કાર લઇ છૂમંતર

સીંગેડીના બૂટલેગરે મંગાવેલો દારૂ છોટાઉદેપુરના બૂટલેગરે બોલેરોમાં લાવી સીંગેડી ગામે ઉતારેલો જથ્થો કારમાં ભરવાની તૈયારી કરતા હતા.
તે દરમિયાન પોલીસ આવી જતાં ધાનપુરનો બૂટલેગર જથ્થો મુકી ફરાર થઇ ગયા હતા.
લીમખેડા ડીવાયએસપી અને દેવગઢ બારિયા સીપીઆઇના માર્ગદર્શનમાં દેવગઢ બારિયા સિ. પોસઇ બી.એમ.પટેલ તથા સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન સિ. પોસઇ બી.એમ.પટેલને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુરના મીઠીબોરનો બૂટલેગર ભીખા ભલજી રાઠવા તથા
તેનો માણસ તેની બોલેરો ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી સીંગેડી ગામે ડુંગરમાં ઉતારેલ છે
અને તે ઇંગ્લિશ દારૂને સીંગેડી ગામનો બૂટલેગર નરવત મણિલાલ પટેલ તથા તેનો માણસ તેઓની GJ-6-AB-2832ની સેન્ટ્રો કારમાં ભરવા જઇ રહ્યા છે.
જેના આધારે તપાસમાં જતાં બાતમીવાળી જગ્યાએ જતા એક ફોર વ્હીલ સેન્ટ્રો ગાડીમાં નરવત મણિલાલ પટેલ તેનો માણસ ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરવાની તૈયારી કરતા હતા.
ત્યારે પોલીસને જોઇ દારૂનો જથ્થો મુકીને તેઓની ગાડીમાં બેસીને ભાગી ગયા હતા.
માઉન્ટસ 6000 સુપરસ્ટ્રોંગ ટીન બિયરની 24 પેટી જેમાં તથા લંડનપ્રાઇડ ડીલક્ષ વ્હીસ્કીના માર્કાની 8 પેટી જેમાં કુલ 1,14,816 રૂપિયાની 960 બોટલો મળી આવી હતી.
જથ્થો જપ્ત કરી ગુનામાં સંડોવાયેલ નરવત પટેલ, ભીખા રાઠવા મળી કુલ ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.