ગેર કાયદેસર સરકારી જમીનમાં દબાણ કરી પોતાના સ્વાર્થમાટે ઉપયોગ કરતા હોય ખાલી કરાવવા કરાઈ રજુઆત….

કાંકરેજ તાલુકાના દેવપુરા ગામના સર્વે નંબર – ૯૨ તથા ૪૦૪ શ્રી સરકારની જમીનમાં દબાણ દૂર કરવા તેમજ સરપંચશ્રીને હોદ્દા ઉપર થી દૂર કરવા બાબતે ઉચ્ચ કક્ષાએ કરાઈ રજુઆત….
ગેર કાયદેસર સરકારી જમીનમાં દબાણ કરી પોતાના સ્વાર્થમાટે ઉપયોગ કરતા હોય ખાલી કરાવવા કરાઈ રજુઆત….
ઠાકોર સરતાનજી ભીખાજી રહેવાસી દેવપુરા , તા.કાંકરેજ , જી . બનાસકાંઠા . મોબાઈલ નંબર .૯૯૨૪૦૬૩૭૨૧ મોજે – દેવપુરા , તાલુકે.કાંકરેજ ના સર્વે નંબર – ૯૨ તથા ૪૦૪ શ્રી સરકારની જમીનમાં દબાણ દૂર કરવા તેમજ સરપંચશ્રીને હોદ્દા ઉપર થી દૂર કરવા બાબતે ઉચ્ચ કક્ષાએ કરી રજુઆત….
મોજે દેવપુરા , તાલુકા.કાંકરેજ જિલ્લા બનાસકાંઠા ના સર્વે નંબર – ૯૨ ( જુનો સર્વે.નંબર .૧૮૨ ) હેકટર.આરે.ચોરસ.મીટર. ૨–૩૭–૧૭ જમીન શ્રી સરકાર ખાતે ચાલે છે.
પરંતુ તે જમીનમાં ચાલુ સરપંચશ્રી રાહુંલભાઈ હરગોવનભાઈ પરમાર નાઓએ ગેરકાયદેસર દબાણ કરી તેમાં હાલે એરંડા તેમજ જુવાર નું વાવેતર કરેલ છે .
તેમજ સર્વે નંબર -૪૦૪ ( જનો સર્વે.નંબર .૨ ) હેકટર.આરે.ચોરસ.મીટર.૮–૯૩૫૯ ની જમીન હાલે શ્રી સરકાર ખાતે ચાલે છે.
પરંતુ તે જમીનમાં પણ ગેર કાયદેસર દબાણ કરી ઢાળીયા બનાવેલ છે
તેમજ એક ઓરડી બનાવી બાંધકામ કરેલ છે.
આમ ગેરકાયદેસર રીતે શ્રી સરકારની જમીનમાં પંચાયત સભ્યશ્રી સુરેશભાઈ મોતીભાઈ પરમાર નાઓએ ગેર કાયદેસર બાંધકામ કરેલ હોઈ આમ બન્ને ઈસમો શ્રીસરકારની જમીનમાં ખોટી રીતે દબાણ કરી તેમજ ગામ લોકોને કે કોઈ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મન્સવી રીતે પંચાયતમાં કામ કરે છે
તેમજ સરકારશ્રીની ગ્રાન્ટનો પણ મેળાપીપણાથી ગેર ઉપયોગ કરવામાં આવે છે .
આમ દબાણ કરવા બાબતે કે પંચાયતના કામ માટે કહેવામાં આવે તો તમારા ઉપર ખોટા કેસ કરી ફસાવી દેવાની ધમકી આપે છે .
આમ આ ઈસમો માથા ભારે છે ઝગડાળ છે તેમજ જો કોઈ કહે તો તેના ઉપર ખોટી ફરીયાદો કરવામાં આવે છે .
અગાઉ પણ ફરીયાદ કરેલ છે તો આ બાબતે તટસ્થ તપાસ કરી કરેલ દબાણ દૂર કરાવવા તેમજ તેઓએ દબાણ કરેલ હોઈ હોદ્દા ઉપર રહેવાનો કોઈ અધિકાર ન હોઈ
જેઓને હોદ્દા ઉપર થી દૂર કરવા રજુઆત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલ જો કે આ બાબતે દેવપુરા મુલાકાત લેતા સરપંચ જણાવતા હતા કે,
આ જમીન મારા બાપ દાદા વખતે અદલ બદલ કરેલ હોવાનું જણાવતા હતા ત્યારે આ બાબતે તત્સ્ય તપાસ થાય તોજ સાચું બહાર આવે તેજ જોવું રહ્યું….