મહિસાગર : કડાણા ડેમમાંથી છોડવામાં આવેલ પાણીમા 17 વર્ષ પેહલાનું પુનરાવર્તન જોવા મળ્યું..

કડાણા દવાખાનાની તસવીરો

મહિસાગર : કડાણા ડેમમાંથી છોડવામાં આવેલ પાણીમા ૧૭  વર્ષ પહેલાનું પુનરાવર્તન જોવા મળ્યું..

 

કડાણા દવાખાનાની તસવીરો
કડાણા દવાખાનાની તસવીરો
કડાણા દવાખાનાની તસવીરો
કડાણા દવાખાનાની તસવીરો

 

મહિસાગર : કડાણા ડેમમાંથી રવિવારે છોડવામાં આવેલ પાણીમા 17 વર્ષ પેહલાનું પુનરાવર્તન જોવા મળ્યું હતું

કડાણા ગામ,
આરોગ્ય કેન્દ્ર સહીત આસપાસ ના વિસ્તાર માં

મહીનદી ના પાણી પ્રવેશતા નુકશાની થઇ હોવાનું જોવા મળ્યું હતું

સ્થાનિક અધિકારીઓ દ્વારા જગ્યાનું નિરીક્ષણ કર્યા વગર

કડાણા માં સી.એચ.સી.દવાખાનુ ડુબાણવાળી જગ્યાએ

નવીન બનાવી ને કરોડો રૂપિયા ખર્ચ્યા

પરંતુ ડેમમાથી જ્યારે વધુ પાણી છોડાય ત્યારે આ

કડાણા દવાખાનામાં પાણી ધુસી જાય છે જે થી અસુવિધાઓ ઊભી થાય છે.

કડાણા ડેમમાં બીજે દિવસે પણ સતત પાણીની આવ..

ઉપર વાસમાં વરસાદ ના પગલે

માહી બજાજ સાગર માંથી 1.45 લાખ ક્યુસેક પાણીની આવક આવતા

કડાણા ડેમમાંથી 49 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

પ્રશાસન દ્વારા સપ્ટેમ્બર માસનું રૂલ લેવલ 416 ફુટ જાળવી

વધારાનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે

રવિવારે ડેમમાં 10 લાખ સુધીની આવક આવતા

તંત્ર દ્વારા 9 લાખ ક્યુસેક પાણી મોડી રાત સુધી છોડવામાં આવ્યું હતું

જેના પગલે તાલુકાના કડાણા ગામમા આવેલ

સામુહિક આરોગ્ય કેન્દ્ર અને તેની આસપાસ ના ભાગમાં કમર સુધી પાણી ફરી વાળ્યું હતું

આરોગ્ય કેન્દ્ર બહાર ઉભેલા એમ્બ્યુલન્સ અને અન્ય

વાહનો પાણીમાં ગરકાવ થયા હતા

અગાઉ 2006 મા ડેમમાંથી 11 લાખ ક્યુસેકની આસપાસ પાણી છોડતાં

આરોગ્ય કેન્દ્રમાં કમર સુધી પાણી ભરાયું હતું તંત્રને આ વાતની જાણ હોવા છતાં

કરોડો રૂપિયાના ખર્ચે નવીન આરોગ્ય કેન્દ્ર એજ જગ્યા ઉપર જ બનાવેલ .

કડાણા તાલુકાનું નવીન બસ ડેપો તંત્ર કડાણા ગામમાં બનાવવાની તૈયારીઓ કરી રહ્યું છે

ત્યારે કડાણા તાલુકા નું અધતન નવીન બસ સ્ટેન્ડ માં પણ

મહી નદી ના પાણી આવી પરીસ્થીતી માં ધુસે નહીં તેવા સ્થળે બનાવાય તે જરૂરી છે.

આગામી સમયમાં જો ડેમમાં વધુ પાણીની આવક બંધાય તો આ સંપત્તિ નો ખર્ચ પાણીમાં જાય..

તેમાં કોઈ શંકાને સ્થાન નથી

કડાણા ડેમમાંથી તંત્ર દ્રારા 10 લાખ સુધી પાણી છોડવામાં આવે ત્યારે

કડાણા ગામ બેટ મા ફેરવાયેલ હોવાનું ભૂતકાળ મા પણ જોવા મળ્યું છે

ડેમ નજીક આવેલ કડાણા ગામ અંધારી ગામ મા ઢીચણ સમા પાણી ભરાયા હતા

ડેમ તરફ જતોરસ્તા ઉપર પણ પાંચ ફુટ સુધી પાણી વહેતું હતું

જયારે સરકાર દ્રારા બે વર્ષ અગાઉ કરોડોના ખર્ચે બનાવેલ ઘોડિયાર પુલની સાઈડો નુ મોટાપાયે ધોવાણ થયું હતું

આમ રવિવારે ડેમમાંથી છોડવામાં આવેલ પાણીથી કડાણા ગામ અને આસપાસ ના વિસ્તારમાં ભારે નુકશાની થઈ હોવાનું સામે આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે 20 વર્ષ અગાઉ પણ

તાલુકા. મામલતદાર કચેરીના

રહેણાંકના સ્ટાફ કવૉટરસૅ ડુબાણ વાળી જગ્યાએ બાંધવામાં આવ્યા હતા

જેમા એકપણ દિવસ કોઈ કર્મચારીઓ રહ્યા નથી.

ને આ સ્ટાફ ક્વોર્ટ્સ હાલ ખંડેર હાલતમાં જોવા મળે છે.

અને સરકારના નાણાં નો આમ વેડફાઈ ગયેલ ગયેલ છે .

 

🌹ઈન્દ્રવદન વ.પરીખ,
સંતરામપુર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp