કડાણામાં બિરસા મુંડાની પ્રતિમા તોફાનીઓએ તોડી નાંખતા રોષ

કડાણા તાલુકાના નદીનાથ મહાદેવે ખાતે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ના રોજ સ્થાપિત કરવામાં આવેલ બીરસા મુંડા ની મૂર્તિ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ખંડિત કરવામાં આવતા આદિવાસી સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો હતો.
આદિવાસી સમાજ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે આગામી 24 કલાકમાં આ બાબતે નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે
સાથે જ્યાં સુધી આ બાબતનો નિકાલ નહીં થાય
ત્યાં સુધી અહીંયાંથી ઉભા નહીં થઈએ તેમજ આગામી દિવસોમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ દેખાવો કરવામાં આવશે.
મહીસાગર જીલ્લાના કડાણા તાલુકામાં આવેલ કડાણા ડેમ સાઈટ અડીને આવેલા નદીનાથ મહાદેવ મંદિર નજીક વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમયે
ગત 9 ઓગસ્ટ ના રોજ સંતરામપુર – કડાણા તાલુકાના હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલ આદિવાસી સમાજ દ્વારા ભગવાન તરીકે જેની પુજા કરવામાં આવે છે
તેવા બીરસા મુંડા ની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું.
મહાદેવ મંદિર ના પટાંગણમાં ડુંગર પર આદિવાસી સમાજ આનબાન સાથે કરવામાં આવેલ બિરસામુન્ડા ની પ્રતિમાનું મૂર્તિ ની કેટલાક અસામાજિક તત્વો દવારા તોડફોડ કરી ને નુકશાન પહોંચાડી જમીન દોષ કરવામા આવી હોવાની વાત તાલુકામાં વાયુવેગે પ્રસરતાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના આગેવાનો અને યુવાનો ધટના સ્થળે પહોંચી ગયા હતા.
જ્યારે આ અંગે ની જાણ કડાણા પોલીસ ને કરવામાં આવી હતી
ત્યારબાદ જિલ્લામાં પણ આ અંગેની માહિતી પહોંચતા જીલ્લા ડી.વાય. એસ.પી સાથે એફ.એસ.એલ ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો
આ અંગે તાલુકાના આદિવાસી સમાજના આગેવાન મહેંદ્ર ભાઈ સંગાડા દ્વારા ફરિયાદ નોંધાવી હતી જ્યારે પોલીસ દ્વારા બનાવ ની ગંભીરતાને લઈ તાત્કાલીક એફ.એસ.એલ ટીમની મદદ લઈ અસામાજિક તત્વો ની શોધખોળ ના ચક્રો ગતિમાન કર્યા હતા.
મહીસાગર જીલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આની તપાસ કરવામાં આવશે અને ખાત્રી આપી હતી કે બીરસા મુંડા ની બીજી મૂર્તિ પણ આ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે.
પરંતુ અાદિવાસી સમાજના લોકો ધટના સ્થળે ઉમટી પડીને જયાં સુધી કસુરવારને સજા કરવાની માંગ સાથે ધરણાં પર બેસી ગયા હતા.
નવી મૂર્તિ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાંથી ઉભા નહીં થઈએ
અમારા ભગવાન બીરસા મુંડા ની પ્રતિમા ખંડિત કરી છે તેને સજા થવી જોઈએ
અને સરકાર અને તંત્ર દ્વારા નવી મૂર્તિનું લાવી આપે અને અહીંયા પુનઃ સ્થાપિત કરે જો નવી મૂર્તિ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાંથી ઉભા નહીં થઈએ. > ગોલીસિંઘ સંગાડા, સ્થાનિક આગેવાન
ટેકનિકલ માધ્યમનો ઉપયોગ કરીને તપાસ કરી રહ્યા છે
આ બાબતે જીલ્લા પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે
અને એફ એસ એલ ટીમ પણ આવી ગઈ છે
સ્થાનિક સૂત્રો તથા ટેકનિકલ માધ્યમ નો ઉપયોગ કરી બનાવ બાબતે જીણવટ પૂર્વક તપાસ હાથ ધરી છે. > પી.એસ. વળવી, નાયબ પોલીસ અધિક્ષક, મહીસાગ