નોકરી મુદ્દે પિતાએ ઠપકો આપતાં પુત્રનો મહીસાગર નદીમાં ભૂસકો

પ્રતીકાત્મક તસવીર:નોકરી મુદ્દે પિતાએ ઠપકો આપતાં પુત્રનો મહીસાગર નદીમાં ભૂસકો

નોકરી મુદ્દે પિતાએ ઠપકો આપતાં પુત્રનો મહીસાગર નદીમાં ભૂસકો

 

પ્રતીકાત્મક તસવીર:નોકરી મુદ્દે પિતાએ ઠપકો આપતાં પુત્રનો મહીસાગર નદીમાં ભૂસકો
પ્રતીકાત્મક તસવીર:નોકરી મુદ્દે પિતાએ ઠપકો આપતાં પુત્રનો મહીસાગર નદીમાં ભૂસકો

 

શહેરના 21 વર્ષે યુવાનને પિતાએ નોકરી ન હોવા અંગે ઠપકો આપતાં તેણે મહીસાગરમાં ભૂસ્કો માર્યો હતો.

જેને પગલે ફાયરબ્રિગેડ શોધખોળ હાથ ધરી છે.સમામાં શાંતિનગર ખાતે રહેતા અને છૂટક કામ કરતા રતન મારવાડીના 21 વર્ષીય પુત્ર રાહુલ 12 ધોરણનો અભ્યાસ કર્યા બાદ ઘરે હતો.

યુવક દ્વારા નોકરી માટે પ્રયત્ન કરવા છતાં યોગ્ય નોકરી મળતી નહોતી,

આ કારણથી પરિવારમાં ચકમક ઝરતી હોવાનું તેના કાકાએ જણાવ્યું હતું.

યુવકના કાકા રમેશભાઈ તરફથી જાણવા મળ્યા મુજબ સવારે 7 વાગે રાહુલ તેના ઘરેથી બાઈક લઈને નીકળી ગયો હતો.

થોડીવાર રહીને તપાસ કરવા માટે તેના પિતા પણ ગયા હતા.

દરમિયાન વાસદ મહીસાગર નદીના બ્રિજ પાસેથી તેનું બાઈક મળી આવ્યું હતું.

જ્યારે બાઈકના આગળના મડગાર્ડમાં તેનો ફોન મૂકેલો મળ્યો હતો.

સ્થાનિકોએ યુવકને મહીમાં કૂદકો મારતાં જોયો હોવાને પગલે ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી.

લાશ્કરો દ્વારા સવારના 9થી સાંજ સુધી તપાસ કરવામાં આવી હતી,

પણ તેનો કોઈ પત્તો મળ્યો નથી. ફાયરબ્રિગેડે જણાવ્યું કે, ટીમ શોધી રહી છે,

પરંતુ પાણીના વહેણમાં યુવકની ભાળ મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp