પંચમહાલમાં નવરાત્રિ મહોત્સવમાં મહેમાન બની ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મમતા સોની; સ્ટેજ પર લગાવ્યા ઠુમકા, નવરાત્રીની પાઠવી શુભકામના

પંચમહાલ જિલ્લામાં નવરાત્રિ મહોત્સવની રંગેચંગે ઉજવણી થઈ રહી છે.
ત્યારે ગરબા આયોજકો દ્વારા નવરાત્રિના કાર્યક્રમને વધુ રંગેચગે ઉજવવા માટે ફિલ્મી કલાકારોનો સહારો લેવામાં આવતો હોય છે.
શહેરા તાલુકાના વાઘજીપુર ગામે ગાયત્રી મંદિરની પાસે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાતી ફિલ્મ જગતની સુપ્રસિદ્ધ અભિનેત્રી મમતા સોનીએ હાજરી આપી હતી.
મમતા સોની સ્ટેજ પર આવતા જ તેના ચાહકોએ ફોટો પાડવા માટે પડાપડી કરી હતી.
વાઘજીપુરના વતની અને જાણીતા ગાયક લખન ચૌહાણે તેમનું ફૂલ આપીને સ્વાગત કર્યું હતું.
લખનનો જન્મદિવસ હોવાથી કેક પણ કાપવામા આવી હતી.
સાથે જ ગરબા આયોજકો દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મમતા સોનીએ સ્ટેજ પર ગરબા ગાઈને ઠુમકા લગાવ્યા હતા
અને શેર શાયરીઓ પણ કરીને ચાહકોને મંત્રમૂગ્ધ કર્યા હતા.
મમતા સોનીને નિહાળવા વાઘજીપુર સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.