અમિત શાહના હસ્તે ગાંધીનગર ગ-4 અંડરપાસ રૂપાલના સોને મઢેલા ગર્ભગૃહનું લોકાર્પણ

પ્રતીકાત્મક તસવીર:અમિત શાહના હસ્તે ગાંધીનગર ગ-4 અંડરપાસ રૂપાલના સોને મઢેલા ગર્ભગૃહનું લોકાર્પણ

અમિત શાહના હસ્તે ગાંધીનગર ગ-4 અંડરપાસ રૂપાલના સોને મઢેલા ગર્ભગૃહનું લોકાર્પણ

પ્રતીકાત્મક તસવીર:અમિત શાહના હસ્તે ગાંધીનગર ગ-4 અંડરપાસ રૂપાલના સોને મઢેલા ગર્ભગૃહનું લોકાર્પણ
પ્રતીકાત્મક તસવીર:અમિત શાહના હસ્તે ગાંધીનગર ગ-4 અંડરપાસ રૂપાલના સોને મઢેલા ગર્ભગૃહનું લોકાર્પણ

 

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ આજે જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

સવારે સાડા દસથી લઈને સાંજે સાડા સાત સુધી વિવિધ ખાતમૂહૂર્ત, લોકાર્પણ કરીને સાંજે માતાજીના દર્શન કરશે અમિત શાહ. કલોલમાં કેઆરઆઈસી કેમ્પસ ખાતે બનનારી 750 બેડની આધુનિક હોસ્પિટલનું સવારે સાડા દસ વાગ્યે અમિત શાહ ખાતમૂહૂર્ત કરશે.

જે બાદ શાહ બપોરે 12 વાગ્યે રૂપાલ વરદાયિની માતાજી મંદિર પહોંચશે. જ્યાં

વિકાસના કામોનું ખાતમૂહૂર્ત

20 કરોડથી વધુની કિંમતના સોનાના મઢાયેલા માતાજી ગર્ભગૃહના દ્વારા તેઓના હસ્તે ખુલ્લા મુકાશે.

બપોરે સાડા બાર વાગ્યાના સુમારે અમિત શાહ ગાંધીનગરમાં મહાત્મા મંદિર સામે બનેલા ગ-4 અંડરપાસનું લોકાર્પણ કરશે.

લેકાવાડા ખાતે જીટીયુનું નવું બિલ્ડિંગ બનશે તેનું ભૂમિપુજન બપોરે સાડાત્રણ કલાકે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે થશે. સાંજે પાંચ વાગ્યે અમિત શાહ અંબોડના પૌરાણિક મહાકાળી મંદિર ખાતે જશે.

જ્યાં તેઓ માતાજીના દર્શન કરીને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા થનારા વિકાસના કામોનું ખાતમૂહૂર્ત કરશે.

માણસા તાલુકાના સમૌ ખાતે શહીદ સ્મારક અને લાઈબ્રેરીનું નિર્ણામ થશે.

જેનું ભૂપિપુજન પણ આજે સાંજે પાંચ વાગ્યે શાહના હસ્તે થશે.

વતન માણસા ખાતે આજે માતાજીનાં દર્શન કરશે

દિવસભરના કાર્યક્રમોને અંતે કેન્દ્રીય ગૃહમંત્રી વતન માણસા ખાતે પહોંચશે.

માણસા બહુચર માતાજીમાં અપારશ્રદ્ધાને પગલે દરવર્ષે નવરાત્રીના બીજા નોરતે તેઓ અહીં અચૂક દર્શન માટે આવે જ છે.

ત્યારે આજે પણ સાંજે સાડા સાત વાગ્યાના સુમારે તેઓ બહુચર માતાજીના દર્શન માટે પહોંચશે.

કેન્દ્રીય ગૃહમંત્રીના વિવિધ કાર્યક્રમોને લઈને જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું હતું.

કાર્યક્રમોના આયોજનથી લઈને સુરક્ષા અને સફાઈ સહિતની બાબતો પણ ખાસ ધ્યાન
અપાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp