દાહોદમાં પત્ની તરીકે રાખવાના ઇરાદે બે તરુણીઓના અપહરણ
સંતરામપુરના ઉબેરનો હિતેશ માનસીંગ માલીવાડ તા.18 ઓગસ્ટે સાંજે ફતેપુરા તાલુકાના નવાગામથી 16 વર્ષ 2 મહિનાની તરૂણીને પ્રેમના પાઠ ભણાવી કાયદેસરના વાલીપણામાંથી પત્ની તરીકે રાખવાના ઇરાદે અપહરણ કરી ભગાડી લઇ ગયો હતો.
કોઇ કામ અર્થે ગયેલી તરૂણી મોડે સુધી ઘરે નહી આવતાં શોધખોળ કરી હતી.
શોધખોળ દરમિયાન સંતરામપુર તાલુકાના ઉબેર ગામનો હિતેશ માનસીંગ માલીવાડ તરૂણીને પત્ની તરીકે રાખવા ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
હિતેશ માલીવાડના ઘરે તરૂણીનો પરિવાર તપાસમાં જતાં પછી સોપી દઇશુ તેમ જણાવાયુ હતું
પરંતુ આજ દિન સુધી તરૂણીને પરત નહી સોંપતા તરૂણીના પિતાએ હિતેશ માનસીંગ માલીવાડ વિરૂદ્ધ ફતેપુરા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
અપહરણના બીજા બનાવમાં અરવલ્લી જિલ્લાના મોડાસાના મોતીસાગર ગામનો પ્રવિણ મનોજ પ્રજાપતિ તા.3 ઓગસ્ટના રોજ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં રળીયાતી ગામેથી એક 14 વર્ષ બે મહિનાની તરૂણીને પ્રેમના પાઠ ભણાવી લલચાવી ફોસલાવી પત્ની તરીકે રાખવા અપહર કરી લઇ ગયો હતો.
આ બાબતી જાણ તરૂણીના પરિવારને થતા શોધખોળ કરી હતી
પરંતુ આજ દિન સુધી કોઇ પત્તો નહી લાગતા તરૂણીની માતાએ પ્રવિણ મનોજ પ્રજાપતિ વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.