પાવાગઢ મંદિરના નવ નિર્માણ બાદ નવરાત્રિના પહેલા દિવસે ધજા ચઢાવવાનો નિર્ણય; મંદિરના મુખ્ય ટ્રસ્ટીનો પરિવાર યજમાન બન્યો
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ મહાકાળી ધામ પાવાગઢ મંદિરના નવ નિર્માણ બાદ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શિખર ઉપર ધજાજી શોભાયમાન થઈ હતી.
પછી શિખર ઉપર ધજા ચડાવવા માટે ભક્તોની આસ્થા અને ભક્તિ પૂર્વક મંદિરના શિખર ઉપર ધજાજી ચઢાવવાના આગ્રહ બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ આજે નવરાત્રિના પહેલા દિવસે પાંચ ધજા યજમાનોની ચઢાવવામાં આવી હતી.
મુખ્ય ટ્રસ્ટીનો પરિવાર યજમાન બન્યો
આજથી શરૂ થતી આશો નવરાત્રી દરમ્યાન મંદિરના શિખર ઉપર ધજા ચડાવવા માંગતા માઈ ભક્તો માટે ટ્રસ્ટી મંડળે દક્ષિણા નક્કી કરી છે
અને તે અંગેની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ સાથે આજે નવરાત્રિના પહેલા દિવશે મંદિરના મુખ્ય ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલનો પરિવાર યજમાન બન્યો હતો.
દિવસ દરમ્યાન ચડાવવાની પાંચેય ધજાજી તેઓના પરિવારના સભ્યો દ્વારા ચડાવવામાં આવી હતી.
મંદિરના શિખરે 51 ફૂટની ધજા ચઢાવવાય
મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ આજે તમામ ધજાજી અમદાવાદના યજમાન અને મંદિરના મુખ્ય ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલના પરિવાર દ્વારા ચઢાવવામાં આવી હતી.
જેમાં ચાર ધજાજી નક્કી કરવામાં આવેલા સમય મુજબ પરિવારના સભ્યોએ પૂજા કરી ચડાવી હતી.
તો સાંજે છેલ્લી 51 ફૂટની ધજાને સુરેન્દ્રભાઈએ જાતે શિખર ઉપર ફરકાવી હતી.
મંદિરના પૂજારી દ્વારા તમામ ધજાજીની પૂજા કરવામાં આવી હતી અને પછી મંદિરના શિખર ઉપર ચઢાવવમાં આવી હતી.