મુસ્લિમ મહિલાઓએ બનાવેલા દાંડિયાની માગ અમેરીકાથી જાપાન સુધી; જુઓ દાંડિયા મેકિંગનો વીડિયો..
સમગ્ર દેશમાં નવલી નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ત્યારે ગોધરાની મુસ્લિમ મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા દાંડિયાઓની માગ અમેરિકા, દુબઈ, બ્રિટન, જાપાન સુધી પહોંચી છે.
આ દાંડિયા બનાવી મુસ્લિમ મહિલાઓ પણ આત્મનિર્ભર બની રહી છે.
છથી આઠ મહિના આ લોકો કામ કરે છે, જેમાં રોજ દિવસના 300થી 500 દાંડિયાનું રંગકામ કરે છે
અને રોજના 150થી 200 રૂપિયા કમાય છે. ગોધરાની મુસ્લિમ સમાજની મહિલાઓ દાંડિયા બનાવવામાં માહેર છે.
અંદાજે 250થી 300 જેટલા દાંડિયા બનાવવાના કારખાના
ઉલ્લેખનીય છે કે ગોધરાના દાંડિયા વર્લ્ડ ફેમસ છે. ગોધરાની અંદર અંદાજે 250થી 300 જેટલા દાંડિયા બનાવવાના કારખાના આવેલા છે,
તેમજ 700થી 1000 જેટલા મુસ્લિમ કારીગરો આ વ્યવસાય સાથે જોડાયેલા છે.
ગોધરાના દાંડિયા ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી, રાજસ્થાન, યુપી તેમજ મુંબઈથી વિદેશોમાં સપ્લાય કરવામાં આવે છે.
આ દાંડિયાની માગ અમેરિકા, દુબઈ, બ્રિટન,જાપાન સુધી પહોંચી છે.
દાંડિયાઓની માગ અમેરિકા, દુબઈ, બ્રિટન, જાપાન સુધી પહોંચી
દાંડિયા સાથેના વ્યવસાય સાથે સંકળાયેલા મુસ્લિમ સમાજના લોકોનો ધંધો કોરોનાના બે વર્ષમાં મંદો પડ્યો હતો.
જો કે આ વર્ષે દાંડિયાની માંગ વધવાને કારણે મુસ્લિમ સમાજની મહિલાઓ પણ પોતાના પતિ સાથે જોડાઈને આ ધંધાને આગળ વધારી રહી છે
અને તેમને પણ પૂરતી રોજગારી મળી રહી છે.
મહિલાઓ દાંડિયા બનાવવાની કામગીરીથી ખુશ છે અને રોજી રોટી મળે છે એનો આનંદ પણ છે.
ગોધરાના દાંડિયામાં કોમી એકતાનો સુર
ગોધરા શહેરમાં મુસ્લિમ કારીગરો મહામહેનત બાદ રંગબેરંગી દાંડિયાઓને આકાર આપીને સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે મોકલી રહ્યા છે.
રાસ દાંડિયાની રમઝટ બોલાવતા ગરબા રસિકો ઓછો નફો રળીને ધંધો કરે છે.
હાલ આ દાંડિયાની દેશ-વિદેશમાં માંગ છે. આ વખતે સારો એવો નફો પણ મળ્યો છે.
ગુજરાત રાજ્યમાં નવલી નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ત્યારે યુવતીઓ અત્યારથી જ ટ્રેડિશનલ પહેરવેશની તૈયારીઓમાં જોતરાઈ છે.
નવરાત્રીએ દાંડિયા-રાસ રમતા યુવા હૈયા મન મૂકીને ગરબે ઘૂમે છે.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ નવરાત્રિ પોતાના સાથી મિત્રો સખીઓ સાથે દાંડિયાની રમઝટ રમાડવા ગોધરાના મુસ્લિમ કારીગરોની મહેનત રંગ લાવે છે.
700થી 1000 જેટલા મુસ્લિમ કારીગરો જોડાયેલા છે
નવલી નવરાત્રી એ દરેક ગુજરાતીઓ માટે અનેરો તહેવાર છે,
નવરાત્રિમાં ગુજરાતીઓનું મન હિલોળે ચઢે છે. ત્યારે દાંડિયા નવરાત્રીનું ઘરેણું છે.
જૂની પરંપરા અનુસાર નવરાત્રી વિના અધૂરી ગણાતી પરંતુ ટ્રેડિશનલ ટ્રેન્ડ આવી જવાથી હાલ દાંડિયા નામશેષ થઈ જવા પામ્યા છે.
ત્યારે નવરાત્રિમાં દાંડિયાના ઉત્પાદન બાબતે ગોધરાનું યોગદાન ઓછું નથી.
દાંડિયાના ઉત્પાદન બાબતે ગોધરાનું યોગદાન ઓછું નથી
ગોધરા ખાતે લઘુમતી વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દાંડિયા બનાવવામાં આવે છે
અને ગુજરાત રાજ્યના સહિત દેશ અને વિદેશમાં મોકલવામાં આવે છે.
નવલી નવરાત્રિ ઉત્સવ દરમિયાન ગોધરાનું નામ યાદ આવે એટલે ગોધરાના સ્ટેશન વિસ્તાર, મોહમ્મદી મહોલ્લા, શેખ કબ્રસ્તાન, બોનમિલ પાછળ, હયાતની વાડી, ગુહયા મહોલ્લા, સાતપુલ, વગેરે વિસ્તારોમાં મુસ્લિમ કારીગરો દ્વારા ગુજરાતીઓની નવલી નવરાત્રી નોરતાની રમઝટ માટે રંગબેરંગી દાંડિયાઓને ભારે જહેમતથી આઠ મહિના પૂર્વે તૈયાર કરવાની તૈયારીમાં જોતરાઈ જાય છે.
કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ધંધાને નુકસાન પહોંચ્યું છે.
ત્યારે ગોધરાના દાંડિયા આંધ્રપ્રદેશ, હૈદરાબાદ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અમેરિકા જેવા દેશોમાં પણ જાય છે.