વલસાડના જૂજવાની ઔરંગા નદીમાંથી એમેરિકાની નદીઓમાં રહેતી માછલીઓ મળી આવી!

પ્રતીકાત્મક તસવીર:વલસાડના જૂજવાની ઔરંગા નદીમાંથી એમેરિકાની નદીઓમાં રહેતી માછલીઓ મળી આવી!

વલસાડના જૂજવાની ઔરંગા નદીમાંથી એમેરિકાની નદીઓમાં રહેતી માછલીઓ મળી આવી!

પ્રતીકાત્મક તસવીર:વલસાડના જૂજવાની ઔરંગા નદીમાંથી એમેરિકાની નદીઓમાં રહેતી માછલીઓ મળી આવી!
પ્રતીકાત્મક તસવીર:વલસાડના જૂજવાની ઔરંગા નદીમાંથી એમેરિકાની નદીઓમાં રહેતી માછલીઓ મળી આવી!

 

 

વલસાડના જૂજવા ગામના ગંગાજી ફળિયામાંથી પસાર થતી ઔરંગા નદીમાં આજરોજ સવારે માછલી પકડવા ગયેલા યુવાનની જાળમાં સાંજે સકર માઉથ કૈટફિશ નામની અતિ દુર્લભ માછલી જોવા મળી હતી.

જોકે આ માછલી મોટાભાગે અમેરિકાની એમેઝોન નદીમાં મળનારી આ માછલી વલસાડના જૂજવા ગામની ઔરંગા નદીમાંથી મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.

જાણકારોના જણાવ્યા અનુસાર માછલી પાળવાના શોખીનો એક્વેરિયમમાં નાની માછલી તરીકે રાખતા હોય છે.

આ માછલી મોટી થયા બાદ નજીકની નદી કે તળાવમાં છોડળી દેતા હોવાથી આ માછલી નદીમાં આવી હશે તેમ લોકો માની રહ્યા છે.

હાલમાં વરસાદ પડવાનું પ્રમાણ ઘટતા ગ્રામ્ય વિસ્તારોમાં કે શહેરી વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં લોકો હુક કે જાળ નાંખી મચ્છી પકડતા હોય છે.

વલસાડ તાલુકાના જૂજવા ગામે રહેતો નિલેશભાઈ રમેશભાઈ નાયકા આજરોજ સવારે 7:00 વાગ્યે ગંગાજી ફળિયા ખાતે આવેલી ઔરંગા નદીમાં માછલી પકડવા માટે જાળ નાખી હતી

તે દરમિયાન સાંજે નિલેશ નાયકાની જાળમાં આવેલી માછલી ચેક કરવા જતાં અત્યંત દુર્લભ માછલી જાળમાં ફસાઈ ગઈ હતી.

જાળમાં ફસાયેલી આ દુર્લભ માછલીનું નામ ઓનલાઈન ચેક કરતા સકરમાઉથ કૈટફિશ ( Suckermouth catfish) નામની માછલી હોવાનું જાણવા મળ્યું છે

જોકે આ માછલી વિશે માહિતી મળી કે હજારો કિલોમીટર દુર સાઉથ અમેરિકાના એમેઝોન નદીમાં મળનારી સકર માઉથ કૈટફિશ બીજી વખત વારાણસીના ગંગા નદીમાં મળવાથી જેટલું આશ્ચર્ય પેદા કર્યું છે

તેટલી જ વૈજ્ઞાનિકો માટે ચિંતા ઉભી કરી છે.

વારાણસીના રામનગરમાં રમનાથી થઈને વહેતી ગંગા નદીમાં નાવિકોને થોડાજ સમય પહેલા અજીબોગરીબ માછલી મળી હતી.

બી.એચ.યુ ના માછલીના વૈજ્ઞાનિકોએ તેની ઓળખ સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં મળનારી સકર માઉથ કૈટ ફીશના રૂપમાં કરી છે

વૈજ્ઞાનિકો ચિંતા દર્શાવતા કહ્યું છે કે, તે માછલી માંસાહારી છે અને પોતાના ઈકોસિસ્ટમ માટે જોખમ પણ છે.

સામાન્ય રીતે નદીઓ પોતાના ઉંડાણોમાં ઘણા રાઝ અને રહસ્યને સમેટી રહી છે

સમગ્ર હિન્દુસ્તાન અને સાઉથ એશિયા સુધીમાં નથી મળતી આ અજીબ પ્રકારના મોઢા વાળી માછલી, સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં હજારો કિલોમીટર દુર મળનારી સકર માઉથ કૈટ ફીશ જેવી જ લાગી રહી છે

સંરક્ષણ દરમયાન તેને બીજી વખત આવી અજીબ માછલી મળી છે.

પહેલી વખત ગોલ્ડન રંગની માછલી મળી હતી.

જેની ઓળખ ભારતીય વન્ય જીવ સંસ્થાને અમેરિકાની એમેઝોન નદીમાં મળનારી સકર માઉથ કૈટફિશના રૂપમાં કરી હતી.

એક વખત ફરી તે માછલી મળી છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે નદીની પરિસ્થિતિનો આ માછલી વિનાશ કરી શકે છે.

વૈજ્ઞાનિકોએ સલાહ પણ આપી છે કે આ માછલી ગંગામાં મળ્યાં બાદ તેને ફરીથી છોડવામાં ન આવે તેવી સલાહ આપવામાં આવી હતી.

હજારો કિલોમીટર દુર સાઉથ અમેરિકાના એમેઝોન નદીમાં મળનારી સકર માઉથ કૈટફીશ આખરે ભારતની નદી સુધી કેવી રીતે પહોંચી એ મોટો સવાલ ઊભો થયો છે.

વૈજ્ઞાનિકના પ્રોફેસર બેચનલાલે જણાવ્યું કે, આ માછલી સાઉથ અમેરિકામાં જોવા મળે છે.

જેને સકર માઉથ કૈટફિશ કહે છે. માછલી પોષવાના શોખીન ધરાવનારા વ્યક્તિઓ એક્વેરિયમમાં રાખ્યા બાદ કૈટફિશ મોટી થતા તેને નદીઓ છોડી દેતા હોય છે

ત્યારે વલસાડ નજીક આવેલા જૂજવાં ગામની ઔરંગા નદીમાંથી આ માછલી મળી આવી હતી

અજીબ મોં વાળી સકર માઉથ કૈટ ફિશ મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું

જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp