વડોદરાની મહિલાએ કોન્સેપ્ટ ક્રાફ્ટ સ્ટાર્ટઅપ શરૂ કર્યું, 70% ડેકોરેટિવ વસ્તુઓ તો અમેરિકામાં એક્સપોર્ટ થાય છે, વર્ષે 10 લાખની કમાણી

પ્રતીકાત્મક તસવીર:વડોદરાની મહિલાએ કોન્સેપ્ટ ક્રાફ્ટ સ્ટાર્ટઅપ શરૂ કર્યું, 70% ડેકોરેટિવ વસ્તુઓ તો અમેરિકામાં એક્સપોર્ટ થાય છે, વર્ષે 10 લાખની કમાણી

વડોદરાની મહિલાએ કોન્સેપ્ટ ક્રાફ્ટ સ્ટાર્ટઅપ શરૂ કર્યું, 70% ડેકોરેટિવ વસ્તુઓ તો અમેરિકામાં એક્સપોર્ટ થાય છે, વર્ષે 10 લાખની કમાણી

પ્રતીકાત્મક તસવીર:વડોદરાની મહિલાએ કોન્સેપ્ટ ક્રાફ્ટ સ્ટાર્ટઅપ શરૂ કર્યું, 70% ડેકોરેટિવ વસ્તુઓ તો અમેરિકામાં એક્સપોર્ટ થાય છે, વર્ષે 10 લાખની કમાણી
પ્રતીકાત્મક તસવીર:વડોદરાની મહિલાએ કોન્સેપ્ટ ક્રાફ્ટ સ્ટાર્ટઅપ શરૂ કર્યું, 70% ડેકોરેટિવ વસ્તુઓ તો અમેરિકામાં એક્સપોર્ટ થાય છે, વર્ષે 10 લાખની કમાણી

 

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતાં મહિલા ગાયત્રીબેન સુથારે કોન્સેપ્ટ ક્રાફ્ટ સખીમંડળ ચલાવે છે,

જેમાં તેઓ નવરાત્રિ સહિતના તહેવારોમાં વિવિધ ડેકોરેટિવ વસ્તુઓ તૈયાર કરે છે,

જેના થકી મહિલાઓ વર્ષે 10 લાખ રૂપિયાની કમાણી કરે છે અને 15 જેટલી મહિલાઓ આત્મનિર્ભર પણ બની છે.

કંઈક નવું કરવાનો વિચાર આવ્યો

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી 45, શાંતિકુંજ-2 સોસાયટીમાં રહેતા અને કોન્સેપ્ટ ક્રાફ્ટ સખીમંડળ સ્ટાર્ટઅપ ચલાવતાં ગાયત્રીબેન સુથારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘરમાં ફ્રી સમય મળતો હતો, જેથી કંઇક નવું કરવાનો વિચાર આવ્યો,

જેથી 6 વર્ષ પહેલાં ટ્રેડિશનલ કામને નવી રીતે આગળ વધારવાનું નક્કી કર્યું, મેં ધીમે ધીમે શુભ-લાભ, વોલપીસ જેવા ગિફ્ટ આર્ટિકલ બનાવવાનું શરુ કર્યું.

જે અમે અમારાં સગાં-સંબંધીઓને અને મિત્રોને આપતા હતા,

જેથી લોકોને અમારું કામ ગમવા લાગ્યું. ધીમે ધીમે હું નવી આઇટમો એડ કરતી ગઈ, જેમાં રંગોળી, બાજોઠ, લગ્ન પ્રસંગે થાળી, કળશ બનાવવા લાગી.

અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયામાંથી અમને ઓર્ડર મળે છે

ગાયત્રીબેન સુથારે જણાવ્યું હતું કે મારા કામમાં કલર કોમ્બિનેશન અને ફિનિશિંગ બધાને બહુ ગમ્યું. ધીમે ધીમે મારું કામ આગળ ચાલવા લાગ્યું, જેથી લોકોએ મને કહ્યું હતું કે તમે આને બિઝનેસમાં કન્વર્ટ કરો.

એ સમયે અમે 4 બહેન મળીને કોન્સેપ્ટ ક્રાફ્ટ શરૂ કર્યું અને લોકોને એ ગમ્યું.

હાલ અમે ગુજરાતમાં સુરત, વડોદરા તેમજ અમદાવાદમાં અમને ઓર્ડર મળે છે

અને અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાંથી અમને ઓર્ડર મળે છે. મારા કામની વાત લોકો સુધી પહોંચી અને જે મહિલાઓ ઘેરબેઠાં કામ કરવા માગતી હતી,

એ મહિલાઓ મારી પાસે આવી અને મેં તેમને કામ શિખવાડવાનું શરૂ કર્યું, તે મહિલાઓ કામ શીખ્યા બાદ ઘરે જઈને કામ કરે છે.

અમારા મંડળમાં 15 જેટલી બહેનો કામ કરે છે

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે 4 મહિલાએ મળી આ કામ શરૂ કર્યું હતું

અને હાલ અમારા મંડળમાં 15 જેટલી બહેનો કામ કરે છે.

વધારે બહેનો હજુ આવે છે, તેમને પણ કામ મળી રહે, ઘેરબેઠાં મહિલાઓ કામ કરી શકે એ અમારો હેતુ છે.

તહેવારોમાં વિવિધ વસ્તુઓ બનાવીએ છીએ
રક્ષાબંધનમાં આ વર્ષે અમે રાખડી બનાવવાનું શરૂ કર્યું છે
અને એને સારો રિસ્પોન્સ મળ્યો છે.
જન્માષ્ટમીમાં ઝુલા, ગણશોત્સવમાં મૂર્તિ ડેકોરેશન-સિંહાસન, કળશ અને આરતી માટે પૂજાથાળી બનાવું છું.
દિવાળીમાં તોરણ, રંગોળી અને કેન્ડલહોલ્ડર સહિત ડેકોરેટિવ આઇટમ બનાવીએ છીએ.
આ ઉપરાંત લગ્નમાં બાજોઠ, પૂજાથાળી, કળશ, ડેકોરેટિવ સોપારી સહિતની પૂજાવિધિ માટેની વસ્તુઓ બનાવીએ છીએ.
નવરાત્રિમાં માતાજીના ગરબા તૈયાર કરીએ છીએ.
અમે અમેરિકામાં બાજોટ, પૂજાથાળી, આરતી થાળી, કળશ અને રંગોળી મોકલીએ છીએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp