વલસાડના વાપીમાંથી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીની જામીન અરજી રદ કરતી વાપી કોર્ટ
ગુજરાત NCBની ટીમને મળેલી બાતમીના આધારે વાપીથી 8 કિલો 400 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.
તે કેસમાં NCBની ટીમે ચાર્જશીટ કોર્ટમાં જમા કરાવ્યા બાદ આરોપીએ જેલમાંથી મુક્ત થવા વાપીની સ્પેશ્યલ કોર્ટમાં આરોપીએ જામીન અરજી રજુકરી હતી.
તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને NCBના કેસમાં વાપીની સ્પેશ્યલ કોર્ટના જજ કે જે મોદીએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
ચાલુ વર્ષે વલસાડ જિલ્લાના વાપી ખાતે રાજ્યની NCBની ટીમને મળેલી બાતમીના આધારે વાપી ખાતે રેડ કરી 8 કિલો 400 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
તે કેસમાં NCBની ટીમે આરોપી રાજુ ગંગરાજન સલ્લનીની ધરપકડ કરી હતી.
NCBની ટીમે આરોપીના રિમાન્ડ મેળવી NCBની ટીમે જરૂરી પૂછપરછ કરી હતી.
આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.
તે કેસમાં NCBની ટીમે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ આરોપી રાજુ ગંગરાજન સલ્લનીએ વાપીની સ્પેશ્યલ કોર્ટમાં આરોપીએ જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી
તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની સ્પેશ્યલ કોર્ટના જજ કે જે મોદીએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો