ગરબાના ફંડમાંથી બાળકોના હૃદયની નિ:શુલ્ક સર્જરી થશે

પ્રતીકાત્મક તસવીર:ગરબાના ફંડમાંથી બાળકોના હૃદયની નિ:શુલ્ક સર્જરી થશે

ગરબાના ફંડમાંથી બાળકોના હૃદયની નિ:શુલ્ક સર્જરી થશે

પ્રતીકાત્મક તસવીર:ગરબાના ફંડમાંથી બાળકોના હૃદયની નિ:શુલ્ક સર્જરી થશે
પ્રતીકાત્મક તસવીર:ગરબાના ફંડમાંથી બાળકોના હૃદયની નિ:શુલ્ક સર્જરી થશે

 

રોટરી કલબ ઓફ વાપી દ્વારા સતત 22 વર્ષથી સંસ્કૃતિ,માતાજીની ભક્તિ અને સમાજ સેવાનો ત્રિવેણી સંગમ એટલે કે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

બે વર્ષથી કોરોના કાળના કારણે નવરાત્રીની ઉજવણી મજા બગડી હતી.

પરંતુ આ વખતે રોફેલ કોલેજના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘુમશે. ગરબા મહોત્સવમાં ફંડમાંથી રોટરી કલબ દ્વારા નિ:શુલ્ક ડાયાલીસિસ અને બાળકોના હૃદયની સર્જરીના પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાશે.26 સપ્ટેમ્બર નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.

વાપી રોફેલ કોલેજમાં ગરબા મહોત્સવનું મોટુ આયોજન કરાયું છે.

રોટરી કલબ ઓફ વાપીના પ્રમુખ હેમાંગ નાયક,આયોજનના ચેરમેન ભરતભાઇ પટેલના જણાવ્યું હતું કે આ વખતે ફરી એકવાર નવરાત્રીની રાત્રે થનગનાટ 2022 દ્વારા રાસ ગરબામય થશે.

આ વખતે લોકભાગીદારીથી સમાજસેવાનું અનોખું મિશન રોટરી કલબ ઓફ વાપી થનગનાટ 2022 એક એક યુનિક મિશન છે.

આ વર્ષે નવરાત્રીના આયોજન દ્વારા મળેલી રકમમાંથી મફત ડાયાલિસીસ અને બાળકોના મફત હૃદયની સર્જરીના પ્રોજેક્ટમાં વપરાશે.

આ ઉપરાંત રોટરી કલબ ઓફ વાપી આખા વર્ષ દરમિયાન એનક સમાજોપયોગી કાર્યક્રમો જેવા કે હરિયા રોટરી હોસ્પિટલ દ્વારા આરોગ્યલક્ષી,

શિક્ષણલક્ષી,રેગ્યુલર ફી ડાયાલિસીસ,બ્લડ મોબાઇલ વેનથી બ્લડ ડોનેશનના કેમ્પોનું આયોજન કરાય છે.

આ વખતના આયોજનમાં ઇ-ડ્રિમસના બ્રિજેશ કુમારના સાથી કલાકારો ગીતોની ગૂંજ સાથે ધૂમ મચાવશે.

વિવિધ ફૂડ સ્ટોલ,તમામ સરકારી પરવાનગીઓ અને સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

માજી વીઆઇએના પ્રમુખ અને રોટરીના માજી પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે કોરોના કાળ પછી નવલી નવરાત્રીનું આયોજન ગુજરાતી ગીતોનો સાંસ્કૃતિક વારસા વચ્ચે રિધમનો તાલ મેળ‌વતાં ખેલૈયાઓનો આનંદ જ અવર્ણનીય હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp