ભુવાલથી લગ્નના ઇરાદે 15 વર્ષિય કિશોરીનું અપહરણ

દેવગઢ બારિયા તાલુકાના ભુવાલ ગામેથી મે માસમાં એક કિશોરીનું લગ્નના ઇરાદે અપહર કરી જવાયુ હતું.
ત્યારે આ મામલે કોઇ જ સમાધાન નહીં સધાતા આ બનાવ અંગે ચાર માસ બાદ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ હતી.
દેવગઢ બારિયા તાલુકાના ખાંડણિયા ગામમાં રહેતો રમેશ પર્વત પટેલ ગત તારીખ 7 મેની રાતના આઠ વાગ્યાથી માંડીને 8 મેની સવાર છ વાગ્યાના સમય ગાળામાં ભુવાલ ગામેથી એક 15 વર્ષિય કિશોરીનું અપહરણ કરી ગયો હતો.
પરિવાર દ્વારા કિશોરીની શોધખોળ હાથ ધરાઇ હતી.
પરંતુ તેનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. પાછળથી આ બાબતની જાણ થતાં બંને પક્ષ વચ્ચે સમાધાનની પ્રક્રિયા શરૂ થઇ હતી
પરંતુ કોઇ જ સમાધાન નહીં સધાતા અંતે ચાર માસ બાદ આ અંગે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.
પોલીસે રમેશ પર્વત સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.