લગ્નની લાલચ આપી યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરાયુ, બે માસનો ગર્ભ રાખી દીધા બાદ યુવક ફરી ગયો
મહુવાની એક યુવતીને તેની સાથે કારખાનામાં કામ કરતા યુવકે લગ્નની લાલચ આપી તેણી સાથે પ્રેમ સંબંધ બાધી દુષ્કર્મ આચરી બે માસનો ગર્ભ રાખી દીધા બાદ લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ મહુવા પોલીસ મથકમા યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.
મહુવાની યુવતી સાથે એક કારખાનામાં પોતાની સાથે કામ કરતા અને મહુવાના દુધેરી ગામે રહેતા મહેશ નારણભાઈ શિયાળ નામના યુવકે એક વર્ષથી લગ્નની લાલચ આપી તેણી સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો.
બાદ યુવકે તેણીને જુદી જુદી જગ્યાએ તથા કારખાનામાં પણ અલગ અલગ જગ્યાએ ફેરવી તેણીની ઈચ્છા વિરૂદ્ધ તેણી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું.
પરીણામે તેણીને બે માસનો ગર્ભ પણ રહી જતા યુવતીએ તેને હવે લગ્ન કરી લેવાનું કહેતા યુવકે યુવતીને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દેતા તેણી પર જાણે આભ તુટી પડ્યુ હતું
અને મહુવા પોલીસમાં મહેશ શિયાળ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી મહેશને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
શ્રમજીવી મહિલાઓના શોષણની ઘટના વારંવાર બને છે
ત્યારે તેના કામના સ્થળ પર પણ પુરતી સલામતી મળે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ.