બનાસકાંઠા : પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ શિબિર યોજાઈ..

બનાસકાંઠા જીલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ શિબિર યોજાઈ

બનાસકાંઠા જીલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ શિબિર યોજાઈ..

બનાસકાંઠા જીલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ શિબિર યોજાઈ
બનાસકાંઠા જીલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ શિબિર યોજાઈ

 

૭૩૧ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન અપાયું: તાલીમ પામેલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા માટે કટીબદ્ધ

ગુજરાતમાં દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. હવે ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી કરી રહ્યા છે

એટલે કે ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે.

તેમજ રાજ્યના ખૂણે ખૂણે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન આપી રહ્યા છે.

પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં નોધપાત્ર કામગીરી થઇ રહેલ છે. જિલ્લામાં પણ ખેડૂતો

પ્રાકૃતિક કૃષિ આપનાવી ઉન્નત ભાવિના દ્વારા ખુલ્લે તે માટે અનેકવિધ આયોજન કરવામા આવી રહેલ છે જે અન્વયે

બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા,

ખેતીવાડી અને બાગાયત ખાતાના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ક્લસ્ટર બેઝ તાલીમનુ આયોજન કરવામાં આવી રહેલ છે.

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષમાં દાંતા તાલુકાના બોરડીયાળા દિયોદર તાલુકાના રૈયા,

વડગામ તાલુકાની થાલવાડા, કાંકરેજ તાલુકાના નાણોટા અને પાલનપુર તાલુકાના વાસણના (ધા) મુકામે

તાલીમનુ આયોજન કરી અંદાજે ૭૩૧ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી સકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

જેના લીધે તાલીમ પામેલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ ખરીફ ઋતુમા કરવા માટે કટીબદ્ધ થયા હતા. અને જીલ્લામાં ખેડૂતોને બીજામૃત બનાવી બિયારણને માવજત આપી વાવેતર કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા…..

 

🌹રામજીભાઈ રાયગોર,
ક્રાઈમ પેટ્રોલિગ ન્યુઝ,
બ્યુરોચીફ : બનાસકાંઠા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp