અરવલ્લી : પોલિયોની રસીથી બાળકોને રક્ષિત કરવાની કામગીરી..

અરવલ્લી : પોલિયોની રસીથી બાળકોને રક્ષિત કરવાની કામગીરી..

અરવલ્લી : પોલિયોની રસીથી બાળકોને રક્ષિત કરવાની કામગીરી..

અરવલ્લી : પોલિયોની રસીથી બાળકોને રક્ષિત કરવાની કામગીરી..
અરવલ્લી : પોલિયોની રસીથી બાળકોને રક્ષિત કરવાની કામગીરી..

 

પલ્સ પોલિયો રાષ્ટ્રીય રસીકરણ દિવસ રાઉન્ડ અંતર્ગત માલપુર તાલુકા ખાતે પોલિયોની રસીથી બાળકોને રક્ષિત કરવાની કામગીરી હાથ ઘરવામાં આવેલ

ભારત સરકારના ઇન્ટેન્સીફાઇડ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમની માર્ગદર્શીકા અને ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ તા. ૨૩.૦૬.૨૦૨૪ને રવીવારના રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો રાઉન્ડની કામગીરી માલપુર તાલુકા ખાતે હાથ ઘરવામાં આવી

માલપુર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર માલપુર ખાતેથી પ્રમુખશ્રી તાલુકા પંચાયત માલપુર ના હસ્તે તાલુકા આરોગ્ય અધિકારશ્રી માલપુર, અધીક્ષકશ્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માલપુર, મેડીકલ ઓફિસરશ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જિતપુર તેમજ આરોગ્યનો સ્ટાફની હાજરી હેઠળ અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ માલપુર તાલુકાના બાળકોને પોલિયો રસીના બે ટીપા બાળકોને પીવડાવી રસીકરણ બુથ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. તેમજ માલપુર તાલુકાના વિવિધ પોલિયો બુથ ખાતે અન્ય પદાધિકરિશ્રીઓ અને આરોગ્ય સ્ટાફ મારફતે તમામ બુથ પર બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવી બુથ શરૂ કરવામાં આવ્યા.

રાષ્ટ્રીય પલ્સ પોલિયો રાઉન્ડ અંતર્ગત ૦ થી ૫ વર્ષના બાળકો પૈકી માલપુર તાલુકાના કુલ- ૧૨૫૧૪ બાળકોને આવરી લેવા હેતુ આજરોજ પ્રથમ દિવસે ૬૧-રસીકરણ બૂથ ખાતે જાહેર સ્થળોએ, બસ સ્ટેન્ડ ખાતે તથા બીજા અને ત્રીજા દિવસે ૨૦૩૩૮થી વધુ ઘરોની ૧૨૨ આરોગ્ય ટીમો ૨૪૪ ટીમના સભ્યો દ્વારા ઘરે-ઘરે, જાહેર સ્થળોએ, બસ સ્ટેન્ડ, ઇંટોના ભઠઠા, ઔધોગીક વસાહતો, કન્સ્ટ્રકશન વિસ્તારો ખાતે સર્વે હાથ ઘરી આજરોજ બાકી રહી જવા પામેલ ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોની રક્ષિત કરવામાં આવશે.

સદર પલ્સ પોલિયો અભિયાન દરમિયાન ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયો રસીના બે ટીપા પીવડાવવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે

રિપોર્ટર : કાદરભાઈ ડમરી,મોડાસા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp