મહિસાગર : કડાણા FCI ગોડાઉન ખાતે સ્થાનિક રહીશો મકાઈ આપવા માટે આવતા મેનેજર સ્થળ પર ન મળતાં રોષ..

મહિસાગર જીલ્લા ના કડાણા તાલુકામાં આવેલ કડાણા FCI ગોડાઉન ખાતે કડાણાના સ્થાનિક રહીશો મકાઈ આપવા માટે આવતા મેનેજર સ્થળ પર ન મળતાં રોષ
જેમાં કડાણા તાલુકાના સ્થાનિક રહીશો પોતાનુ પકવેલ અનાજ
મકાઈ કડાણા એફસીઆઈ ના સરકારી ગોડાઉન મ તેઓને આજની તારીખ ફળવાઈ હોઈ
જે સરકારી ભાવે કડાણા FCI ગોડાઉન ખાતે આપવા માટે મોટી સંખ્યામાં ટેક્ટરો ભરી આવ્યા હતા
જેમાં વ્હેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડુતો એ કડાણામાં આવેલ FCI ગોડાઉન ખાતે લાઈનો લગાવી હતી
પરંતુ સ્થળ પર જ FCI ના ગોડાઉન મેનેજર મેનેજર પોતાની ફરજ પર હાજર ના હોઈ
જેથી વ્હેલી સવારથી જ ઉભેલા સ્થાનિક રહીશ ખેડુતોએ કંટાળી
ગોડાઉન માં ઉભેલ વ્યક્તિ ને પૂછપરછ કરેલ ને અમારું આ મકાઈ અનાજ કયારે તોલાશે
ને અમારા બધાનો નંબર ક્યારે આવશે
જેના જવાબ માં જાણવા મળ્યું હતું કે મેનેજર સાહેબ આજે રજા પર છે.
જેથી ખેડુતો માં વ્યાપક રોષ જોવા મળ્યો હતો.
કડાણા સરકારી અનાજ ગોડાઉનમાં મેનેજર અને સ્ટાફ ખેડુતોને આજની તારીખ અનાજ લઈ ને આવવા માટે ની તારીખ ફાળવેલ હોય
ને તેથી ખેડુતો તેમનું અનાજ લ ઈને કડાણા સ્થિત અનાજના ગોડાઉન ખાતે વહેલી સવારથી પહોંચી
લાઈન લગાવેલ પરંતુ ગોડાઉન ખાતે મેનેજર ની હાજરી ના હોય ને શટરો બંધ હોય ખેડુતો મુશ્કેલી માં મુકાયા હતા.
આ અંગે સ્થાનિક તંત્ર ને જાણ કરાતા મોડે થી ગોડાઉન મેનેજર આવતા
ખેડૂતો નું અનાજ લેવાની કામગીરી હાથ ધરાઈ હતી.
આમ આ કડાણા ગોડાઉન મેનેજર ની નિષ્કાળજી ને
ફરજ પરની બેદરકારી ને લીધે
બિચારા ખેડુતો ને ઉનાળાની કાળઝાળ ગરમીમાં હેરાનપરેશાન થવું પડે લ હતું.