કડાણા : કાકરી મહુડી ગામે
પોલીસ પટેલો દ્વારા રુડીગત ગ્રામ સભાનુ આયોજન કરાયુ..
કડાણા તાલુકા ના પોલીસ પટેલો દ્વારા રુડીગત ગ્રામ સભાઓનુ આયોજન કડાણા તાલુકામાં આવેલ કાકરી મહુડી ગામે કરાયુ..
મહિસાગર જિલ્લા ના કડાણા
તાલુકા માં આવેલ
કાકરી મહુડી ગામે
પોલીસ પટેલ સોમાભાઇ તાવિતાડ
અને
ગુજરાત કન્વીનર
રમેશભાઈ ફુલભાઈ પાદરીયા
ના અધ્યક્ષ સ્થાને રુડીગત ગ્રામ સભાઓનુ આયોજન
કાકરીમહુડી ગામે કરાયેલ હતું.
આ રુડીગત ગ્રામ સભાઓ મા મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી ગુજરાત કન્વીનર સોમાભાઈ સ્વરૂપભાઈ તાવીયાડ
તેમજ
મહીસાગર જિલ્લા કન્વીનર રમેશભાઈ ફુલાભાઈ પાદરીયા હાજર રહેલ..
આ રુડીગત ગ્રામ સભાઓના કાર્યક્રમો મા
કમિટી સભ્યો
તેમજ ગ્રામજનો હાજર રહેલ..
આ રુડીગત ગ્રામ સભાઓ મા આદિવાસી લોકોને પડતી તકલીફો ,
આદિવાસીઓ ના મુળભુત અધિકારો મળે તે બાબત જે આદિવાસીઓ સરકારી લાભોથી વંચિત છે
તેઓને તેમના હક્ક મળે
તેમજ તેઓના પ્રશ્નો સરકાર સુધી પહોંચે તે બાબતની
તેમજ આદિવાસી લોકો મા પોતાના હક્કો પ્રત્યે તેમજ સામાજિક ધોરણે જાગૃતતા આવે તે બાબતની
ચર્ચા વિચારણા કરવામા આવી હતી..
રૂઢિગત ગ્રામ સભા માં ઉપસ્થિત રહેલ સોમાભાઈ એ જણાવેલ કે,
ગ્રામ સભાને ગઠન કરવાં આ મીટીંગ મળેલ છે.
આ ગ્રામસભામાં સૌ વડીલો હાજર રહેલ..
અને પાંચ ગામનાં પોલીસપટેલો
રમેશભાઈ,
દલાભાઈ પાદરીયા,
સજજનભાઈ,
વાધાભાઈ ડામોર,
પ્રમુખ બેન,
અને સમાજ ના આગેવાનો
અને
યુવાનો
અને બેનો તેમજ
ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરીને કહેલ કે,
ગામે ગામ પટેલો બનાવવાનાં છે
અને આપણી રૂઢી ને જે રૂઢી બાપદાદા ની ચાલતી હતી તે ફરી શરું કરવાની પહેલ કરી છે
જેને સૌહુ એ સાથ સહકાર આપવા અનુરોધ કરેલ હતો.
આ રુઢીગત ગ્રામસભા માં જયજોહર ના નારા સાથે અને ભારત દેશ હમારા હે ના નારાથી કાર્યક્રમ ની શરુઆત કરી હતી.