માળીયા મિંયાણાના નવલખીબંદર નજીક જુમ્માવાડી પાસે ગુંડાત્ત્વો દ્રારા ત્રણ રાઉન્ડ ફાઈરિંગથી ચકચાર ફેલાયો હતો
અમે ગુડા છીએ તેવો અવાજ કરી ખુલ્લી કારમા આવી ત્રણ રાઉન્ડ ફાઈરિંગ કરી નાસી ગયા હતા
મોરબી જીલ્લાના માળીયા મિંયાણાના નવલખીબંદર નજીક જુમ્માવાડીમા રહેતા માછીમારો પાનના ગલ્લે બેઠા હતા
ત્યારે સાંજના સમયે એક ખુલ્લી કાર અને એક બાઈક પર આવેલા ગુંડાત્તવો દ્રારા અમે ગુંડા છીએ…
અમે ગુંડા છીએ તેવો અવાજ કરી હવામા ત્રણ રાઉન્ડ ફાઈરીંગ કરી નાસી ગયા હતા
ત્યારે જુમ્માવાડીના માછીમારો એકત્રિત થયા હતા અને પોલીસ તેમજ કોગ્રેસ આગેવાનોને ફોનથી જાણ કરી હતી
આ બનાવની જાણ થતા છત્રીસની છાતી ધરાવતા કોગ્રેસ અગ્રણી કીશોરભાઈ ચીખલીયા
તેની ટીમ સાથે જુમ્માવાડી વિસ્તારમા રહેતા માછીમારોની વહારે દોડી ગયા હતા
અને ગુંડાત્તવો પર પોલીસ કડક હાથે તપાસ કરે તે માટે મોરબી જીલ્લા એસ પી તેમજ કલેકટરને ફોન પર જાણ કરી હતી
અને આ ખુલ્લી કાર અને બાઈક પર સવાર ગુંડાઓ કોણ હતા
તેને શોધીને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે તેવી રજુખાત કરાશે
તેવુ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યુ હતુ