કાંકરેજ તાલુકાના દેવ દરબાર જાગીર મઠ ખાતે પીએમ મોદી ની સભામાં માનવ મહેરામણ ઉમટયો..
કાંકરેજ ૧૫ વિધાનસભા બેઠક ના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલા ને તેમજ ૧૪ દિયોદર વિધાનસભા બેઠક ના ઉમેદવાર કેશાજી ચૌહાણ.
વાવ બેઠક ના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને થરાદ બેઠક ના ઉમેદવાર અને લોકપ્રિય નેતા અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકર ચૌધરી ને વિજયી બનાવવા માટે કાળજી રાખીને
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેવ દરબાર જાગીર મઠ ખાતે ઓગડજી મહારાજ ના આશીર્વાદ લઈને
બળદેવનાથ બાપા ના ચરણોમાં શીશ નમાવી વંદન કરી ને વિજય વિશ્વાસ સાથે જનસભા ને સંબોધન કર્યું હતું.
જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરી હતી
જેમાં બનાસકાંઠા જિલ્લામાં પાણી માટે સુજલામ સુફલામ્ યોજના હેઠળ પાણી આપી ને ખેડુતો ને પશુપાલન અને ખેતી પાકોમાં રાહત સાથે
યુરિયા ખાતર અને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપ્યા.
જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ ની ગાય એ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે…
ત્યારે ગર્વ અનુભવે એવી વાત છે
અને ગરીબો માટે અનાજ સાથે જી આઈ ડી સી થી હજારો લોકો ને રોજી રોટી મળશે.
ખેડુતો ના ખાતામાં પૈસા જમાં કરાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે.
વિધવા સહાય. વૃદ્ધ પેન્શન યોજના.
જેવી કેટલીય યોજનાઓ અમલમાં મુકી છે
જેનો લાભ ગુજરાત રાજ્ય ના તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં લાભ લઈ શકે છે
પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા વર્ષો સુધી ભોળી પ્રજા ને લૂંટી લીધી છે
અને તેને વધુ ગરીબ બનાવવા માટે અનાજનું બરોબારિયું કરી ને પોતાનાં ઘર ભર્યા હતા.
અને હવે કોંગ્રેસ પક્ષના પીઢ નેતાઓ ફરીથી સત્તામાં આવવા માટે હવાતિયાં મારી રહ્યાં છે
ત્યારે હવે આપ સર્વે મતદારો નક્કી કર્યું છે
કે ભારતીય જનતા પાર્ટી ને વિજયી બનાવવા માટે કાળજી રાખીને
મતદાન કરવા દાદા શ્રી ઓગડજી મહારાજ ની પાવન ધરતી પર સંકલ્પ કરો કે ભાજપના ઉમેદવાર ને જંગી બહુમતીથી જીતાડવા માટે ખાત્રી આપી એ છીએ