વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતમાં સો ટકા કમળ ખીલવાનું વિશ્વાસ વ્યક્ત કર્યો
મોડાસા મો જંગી સભા સંબોધી કયું મારું એક કામ કરજો વડીલોને મારા પ્રણામ કહેજો
અરવલ્લી જિલ્લાના મોડાસા ના શામળાજી માર્ગ ઉપર આવેલ મોદી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 12:30 કલાકે જનસભા ને સંબોધી હતી.
જનસભા ને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપની સરકારે પાંચ લાખ સુધીની આરોગ્ય સેવા મફત પૂરી પાડી છે.
જેનો હજારો લોકો એ લાભ લીધો છે.કીસાનો ને સોલર થી વિજળી મળી રહે તેવા સરકાર પ્રયાસ કરી રહી છે.
જે વિજળી બચસે તે ખેડૂત પાસેથી સરકાર ખરીદશે.ખેડૂતો માટે સરકારે યોજનાઓ ઉપલબ્ધ કરાવી છે.
મહિલાઓ માટે શૌચાલયો બનાવ્યા છે. ૨૦ વર્ષથી ગુજરાતમાં શાંતિ નો માહોલ છે.
જેનાથી ગુજરાત વિકાસ કરી રહ્યું છે વધુમાં જણાવ્યું હતું
કે અરવલ્લીની મોડાસા. ભિલોડા. અને બાયડ વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરી
ભાજપને જંગી બહુમતીથી જીતાડશો અંતમાં તેમણે ઉપસ્થિત દરેક નાગરિકોને કહ્યું હતું
કે ઘરે જઈને વડીલોને મારા વંદન અને પ્રણામ કહેશો.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી ઉદ્બોધન કર્યું હતું.