થરા ખાતે આવેલ રત્નાકર કોમ્પલેક્ષ ખાતે ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યું.
કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના ગુરૂગાદી માનવામાં આવે છે
દેવ દરબાર જાગીર મઠ ના ૧૦૦૮ મહંત શ્રી બળદેવનાથ બાપુના હસ્તે ભાજપ કાર્યાલય નું કરાયું ઓપનિંગ….
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ રત્નાકર કોમ્પલેક્ષ ખાતે ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યું…
કાંકરેજ ૧૫ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલા ની સતત ત્રીજી વખત પસંદગી કરવામાં આવી છે
જેમાં કાંકરેજ ૧૫ વિધાનસભા મતવિસ્તાર ના તમામ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો સહીત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા..
જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના ગુરૂગાદી માનવામાં આવે છે
દેવ દરબાર જાગીર મઠ ના ૧૦૦૮ મહંત શ્રી બળદેવનાથ બાપુ.અને થળી જાગીર મઠ ના ૧૦૦૮ મહંત શ્રી જગીશપૂરી બાપુ તેમજ થરા ઝાઝાવડા વાળીનાથ ૧૦૦૮ મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુ ના વરદહસ્તે
ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું
જેમાં કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ત્યારે ભારતીય જનતા પાર્ટી ને વિજયી બનાવવા માટે હાકલ કરી હતી….