શિહોરી ખાતે ભારતીય જનતા પાર્ટીની સભા યોજાઈ
શિહોરી ખાતે કાંકરેજ ૧૫ વિધાનસભા બેઠક ના ઉમેદવાર તરીકે કિર્તીસિંહ વાઘેલા ને વિજયી બનાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો સહિત નીમીટીંગ યોજાઈ….
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભારતીય જનતા પાર્ટીની સભા યોજાઈ.
કેન્દ્રીય મંત્રી બજેન્દ્રસિંહજી (મધ્યપ્રદેશ)ની અઘ્યક્ષ સ્થાને યોજાઈ સભા….
કાંકરેજ ૧૫ વિધાનસભા બેઠક ના ઉમેદવાર તરીકે કિર્તીસિંહ વાઘેલા ને વિજયી બનાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો સહિત
મહેસાણા જિલ્લાના પ્રભારી ભારતસિહ ભાટેસરિયા એ ભાજપ દ્વારા કાંકરેજ તાલુકા માં શિક્ષણ અને રોડ રસ્તા સહિત પાણી ની વ્યવસ્થા કરવામાં આવી છે
ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ ને ચેલેન્જ આપી હતી
કે તમે કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ મારી સામે ડીબેટ માં બેસો તો હું આપને કાંકરેજ તાલુકા નું નહી પણ સમગ્ર ગુજરાત માં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામ અંગે જાહેર માં હિસાબ કિતાબ આપી દઉં.
ભાજપ નું કામ બોલે છે…
અમદાવાદ ખાતે થતાં તોફાનો અને ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા દરમિયાન જે અગાઉ તોફાનો ફાટી નીકળતા હતા
એ ભાજપ પક્ષ એ બંધ કર્યાં. થોડા સમય પહેલાં યુક્રેન યુધ્ધમાં ભારત દેશના અને ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા
ત્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એ લોકોને સહીસલામત ગુજરાત પોતાના પરીવાર સાથે મિલાવ્યા હતા
જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભારત નો ત્રિરંગો લઈ ને યુક્રેન માંથી બહાર આવે તેવી સૂચના આપવામાં આવી હતી …
નરેન્દ્રભાઇ મોદીએ કરી બતાવ્યું છે.
જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ ના વિદ્યાર્થીઓ એ પણ ભારત માતા કી જય બોલી ને તિરંગો ઝંડો લહેરાવતા નિકળી ગયા હતા
જેમાં આરોગ્ય વિભાગ માં સૌથી અગત્યની કામગીરી કરી
જેમાં ૧૦૮ ની મફત સેવા કરી છે.
દરેક માણસ ને રૂપિયા પાંચ લાખ રૂપિયા નું કાર્ડ એ ભાજપ સરકારે આપ્યું છે.
ત્યારે મધ્યપ્રદેશ ના કેન્દ્રીયમંત્રી એ પણ હવે તો અમેરિકા અને રશિયા સહિત અન્ય દેશો આપડા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની સલાહથી ચાલે છે
અને હવે જે યુધ્ધ થઈ રહ્યું છે એમાં મધ્યસ્થી કરવા માટે વિનંતી કરી રહ્યા છે
અને સમગ્ર ગુજરાત માં લાંબો વિસ્તાર જ્યાં માતા નર્મદા ના નીર પહોંચાડવાની સુંદર કામગીરી કરી ને ખેડુતો માટે સિંચાઈ અને પશુપાલન વ્યવસાય માટે કાળજી રાખી છે ….
ખાસ કરીને નોંધ કરવામાં આવી હતી કે હું ખરેખર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવ્યો છું
અને જ્યાં જીવંત ગૌ માતા નું મંદિર આવેલું છે
જેનાં કારણે હું ધન્ય બની ગયો છું. અત્યારે હવે માત્ર થોડા દિવસ બાકી રહ્યા છે
અને ૫/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન યોજાશે જેમાં સૌથી વધુ મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આહવાન કર્યું હતું….