ધનસુરા તાલુકાના વડાગામ નજીક આવેલા ખિલોડીયા ગામે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો.
વડાગામ થી ખિલોડીયા વાયા અલવા ડામર રોડ વર્ષો થી પાસ થયેલ હોવા છતાં તંત્ર કોઈ ધ્યાન લેતું નથી
માટે ખિલોડીયા પંચાયત વિસ્તારની જનતા દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાનું કહ્યું, જો ચૂંટણી પહેલા રોડ નહિ થાય તો ચૂંટણી બહિષ્કાર.
આજસુધી જનતાને આશ્વાસન જ મળ્યા છે જનતા આક્રોશે ભરાયેલી હોવાથી ચૂંટણી બહિષ્કાર કરવાનું વિચાર્યું
આ છે ગામડાંઓના વિકાસ ની વાસ્તવિકતા
વોટ માટે એ કગળે અને રોડ માટે પ્રજા એ કગળવું પડે
શું એમની કોન્ટ્રાકટરો પાસે થી કામ લેવાની નૈતિક જવાબદારી નથી આવતી
રોજ પ્રજા એ બરાડા જ પાડવાના સત્તાધિશો સામે તો તમારી પણ અમોને જરૂર નથી
કામ કરો ને વોટ લઈ જાવો વાયદા બજારમાં અમને રસ નથી : જનતા
મોટા બેનરો સાથે ગ્રામજનો દ્વારા ચુંટણી નો બહિષ્કાર કરેલ છે
જ્યાં સુધી ડામર રોડ નહી બનાવવામા આવી ત્યાં સુધી જનતા કોઈ પણ ને વૉટ નહી આપે તેવું નક્કી કયું છે.
રાજકીય લોકો વોટની માંગણી કે પ્રચાર કરવા આવશે અને આક્રોરે ભરાયેલી જનતા જો કઈક કરશે તો સંપૂર્ણ જવાબદારી આવનાર રાજકીય લોકો ની પોતાની રહેશે.
હવે જનતા થકી ગઈ છે ચક્કર ખાઈ ખાઈને હવે બસ થયું
ખરેખરે જો વડગામ થી ખીલોડિયા રોડ જોવામાં આવે તો ખબર પડે કે ત્યાંની શુ સ્થિતિ છે.
સરકાર વિકાસના કામોને લઇ પ્રયાસોના પ્રયાસો કરી રહી છે
ત્યારે મંજૂર થયેલ આખા રોડ ક્યાં ચવાઈ જાય છે
કોને ખબર. શું ખબર હવે આ રોડ ને લઈ ખીલોડિયાની જનતાની માંગણી પુરી થશે કે નહીં એ હવે જોવાનું રહ્યું.