આતંક ફેલાવતા પોલીસ કર્મી વિરુદ્ધ અમદાવાદ પોલીસ કમિશનરની કાર્યવાહી શરૂ

અમદાવાદ પોલીસ પર અવારનવાર લોકોને પરેશાન કરતા હોવાના આરોપ લાગતા હોય છે
શહેરમાં રાત્રિના દરમિયાન કેટલા પોલીસ કરમી દ્વારા એરપોર્ટ પરથી આવતા મુસાફરોને હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદો અવારનવાર ઊઠતી હોય છે
તાજેતરમાં જે એરપોર્ટ થી શહેરના માર્ગ પર પસાર થઈ રહેલા વ્યક્તિને અમદાવાદ પોલીસને કડવો અનુભવ થયો હતો
જો કે નવજીવન દ્વારા સમગ્ર મામલે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા અમદાવાદ પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે
આતંક ફેલાવનાર પોલીસ કર્મી સામે કાર્યવાહી હાથ ધરી છે
પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદમાં ટ્રાન્સલેશન એજન્સી ચલાવતા તુષાર આચાર્ય કલકત્તા ગયા હતા
અને ત્યાંથી અમદાવાદ પ્લેનમાં પરત ફર્યા હતા. રાત્રે બે વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર તેમણે ઉતર્યા હતા.
ત્યાંથી તેઓ રિક્ષામાં બેસીને તેમના ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદ નગર ચાર રસ્તા પાસે પસાર થઈ રહ્યા હતા
ત્યાં એક પીસીઆર વાન ઉભી હતી. પોલીસે તેમને રોક્યા અને તેમની પૂજપર જ કરવામાં આવે
તેમની પાસે રહેલા સમાન ની પણ ચકાસણી કરવામાં આવી આ દરમિયાન એક પોલીસ કરમી ત્યાં આવી પહોંચ્યો
અને તુષારને ગાળો બોલવા લાગ્યો તેમની પાસે રહેલા પુસ્તકો પણ વેરવિખેર કરવા લાગ્યા
તેમની પાસે રહેલો મોબાઇલ આંચકીને તેને પણ તપાસ લાગ્યા મોબાઇલમાં ટ્રેડિંગની એપ હતી જેથી પોલીસ કહ્યું કે આ ગેરકાયદે છે
પોલીસે તેમને જેલમાં પૂરી દેવાની ચીમકી આપીને ગાળો ભાંડવા લાગ્યા હતા.
આવી એક ઘટના અન્ય વ્યક્તિ સાથે રિવરફ્રન્ટ પર પણ બની હતી.
સમગ્ર બાબત અંગે તુષાર દ્વારા એક ટ્વિટ કરીને પોલીસને ટેગ કરાવવામાં આવ્યા હતા.
આ બાદ અમદાવાદના ટ્રાફિક ડીસીપી સફિન હશે દિલગીરી વ્યક્ત કરીને જવાબદાર પોલીસ કરમી સામે પગલાં લેવાનું કહ્યું હતું
સમગ્ર બાબત અંગે નવજીવન દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
આ અહેવાલના બીજા જ દિવસે અમદાવાદમાં આતંક ફેલાવનાર પોલીસ કર્મીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
એરપોર્ટ થી આવી રહેલા યુવકને રોકી તપાસના નામે પ્રતાડિત કર્યાની ઘટના મામલેસન્ડોવાયેલા પોલીસના કર્મચારીઓની તાત્કાલિક કે કંપનીમાં બદલી કરવામાં આવી છે
જ્યારે રિવરફ્રન્ટ પર બનેલી અન્ય ઘટના અંગે પોલીસને પીડિતને સાથે રાખીને તપાસ કરવા રવાના થઈ છે